5 વર્ષમાં 18 ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, મોહનસિંહ રાઠવાએ પક્ષપલટા બાદ શું કહ્યું, જાણો

Mohansingh Rathva Join BJP : ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસ તૂટી.... છોટાઉદેપુરના ધારાસભ્ય મોહન રાઠવાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું... થોડીવારમાં મોહન રાઠવા ભાજપમાં જોડાયા

5 વર્ષમાં 18 ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, મોહનસિંહ રાઠવાએ પક્ષપલટા બાદ શું કહ્યું, જાણો

અમદાવાદ :ગુજરાતમાં કોંગ્રેસ ફરી એકવાર તૂટી છે. આજે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે. છોટાઉદેપુરના ધારાસભ્ય મોહન રાઠવાએ ભાજપનો ખેસ પહેરી અને ટોપી પહેરીને ભાજપમાં જોડાયા છે. મોહન રાઠવાના આ નિર્ણયથી ચૂંટણીના સમયે ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. મોહન રાઠવા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપના નેતાઓની હાજરીમાં કોંગ્રેસના MLA મોહનસિંહ રાઠવાએ કેસરિયા કર્યાં છે. મોહન રાઠવાના બંને પુત્રો રાજેન્દ્ર અને રણજીત રાઠવા પણ ભાજપમાં જોડાયા છે. 

ભાજપવાળા તો અમને સો ટકા ટિકિટ આપવાના જ છે
ભાજપમાં કેસરિયો કર્યા બાદ મોહન રાઠવાએ નિવેદન આપ્યું કે, કોંગ્રેસ સાથે આટલા વર્ષો કામ કર્યું, તમને પણ લાગ્યું હશે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં કેમ ગયા. આ પ્રશ્ન અનેક લોકોના દિલમાં છે. પરંતુ સમય સમય બળવાન હોય છે. સમય સમય બળવાન હોવાને કારણે આ મારા જીવનનું સદભાગ્ય છે. મને આ તક મળી છે. મારે કોઈ પાર્ટી સાથે અણબનાવ નથી, કોઈ સાથે વિરોધ નથી. પણ લાગણી થઈ કે આટલા વર્ષો સુધી આ પાર્ટીમાં રહ્યાં તો બીજેપી સાથે જઈને આદિવાસી યોજનાઓ જાહેર થઈ તેને આકર્ષાઈને અહી આવ્યો. મને કોંગ્રેસ ના પણ ન પાડી, અને ટિકિટ નથી આપી તેવુ પણ નથી કહ્યું. એ પહેલા આ નિર્ણય કર્યો છે. મારી ઉંમર થઈ ગઈ છે. તેથી મારા દીકરા રાજેન્દ્રસિંહ રાઠવાની લાગણી હતી કે ભાજપમાં જોડાઈએ. ભાજપવાળા તો અમને સો ટકા ટિકિટ આપવાના જ છે. મારે આ વખતે ચૂંટણી લડવી નથી. આ પાર્ટી પાસેથી મેં ટિકિટ પણ નથી માંગી. 

મોહન રાઠવાએ કોંગ્રેસ પાસેથી દીકરા માટે ટિકિટ આપી હતી
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોગ્રેસ ફરી એક વખત તૂટી છે. છોટાઉદેપુર કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા છે. હનસિંહ રાઠવાએ પોતાના સમર્થકો સાથે કેસરિયો ધારણ કર્યો છે. મોહનસિંહ રાઠવા કોંગ્રેસના સૌથી સિનિયર ધારાસભ્ય છે. ત્યારે મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપીને લોકોને ચોંકાવી દીધા છે. 2022માં ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. કારણ કે, મોહનસિંહ રાઠવાએ આ વખતે પોતાના દીકરા માટે કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી. જેના બાદ સ્થાનિક સ્તરે રાજકારણ શરૂ થયુ હતું. 

મોહન રાઠવાનું પોલિટિકલ કરિયર

  • મોહનસિંહ રાઠવા 11 ટર્મથી ધારાસભ્ય છે. 
  • સતત 50 વર્ષથી કોંગ્રેસમાં ધારાસભ્ય રહ્યાં
  • આદિવાસી વિસ્તારમાં દબદબો ધરાવે છે

2017 પછી કોંગ્રેસના 18 ધારાસભ્યો ભાજપમાં જોડાયા
કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ રાજીનામુ આપતા જ કોંગ્રેસની મરણતોલ સ્થિતિ થઈ છે. કારણ કે, 34 દિવસ બાદ કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું પાર્ટી સુધી પહોંચ્યુ છે. 4 ઑક્ટોબરે હર્ષદ રીબડિયાએ રાજીનામુ આપ્યું હતું. 8 નવેમ્બરે છોટાઉદેપુરના MLA મોહનસિંહ રાઠવાનું રાજીનામું આપ્યું છે. 2017 પછી કોંગ્રેસના 18 ધારાસભ્યો ભાજપમાં જોડાયા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news