Egg Hair Masks: વાળમાં ઈંડા કેવી રીતે લગાડવા ? આ રીતે લગાડશો તો વાસ નહીં આવે અને હેર પ્રોબ્લેમ થશે દૂર

How To Apply Egg On Hair: આજે તમને વાળમાં ઈંડા લગાડવાની પાંચ અલગ અલગ રીત વિશે જણાવીએ. જે અલગ અલગ સમસ્યામાં ઉપયોગી છે. વાળમાં ઈંડા લગાડવાથી વાળ માં ચમક આવે છે અને ડ્રાયનેસ દૂર થાય છે. તેનાથી સફેદ વાળનો ગ્રોથ પણ અટકે છે. તો ચાલો તમને જણાવીએ વાળમાં ઈંડા કેવી રીતે લગાડી શકાય. 

Egg Hair Masks: વાળમાં ઈંડા કેવી રીતે લગાડવા ? આ રીતે લગાડશો તો વાસ નહીં આવે અને હેર પ્રોબ્લેમ થશે દૂર

How To Apply Egg On Hair: વાળ માટે ઈંડા ફાયદાકારક છે. વાળમાં ઈંડા લગાડવાથી અલગ અલગ સમસ્યા દૂર પણ થઈ શકે છે. ઈંડામાં વિટામિન ઈ, ફોલેટ અને બાયોટીન હોય છે. આ તત્વ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ઘણા લોકોને એ વાતનો ખ્યાલ નથી હોતો કે વાળમાં ઈંડા કેવી રીતે લગાડવા જોઈએ. આજે તમને વાળમાં ઈંડા લગાડવાની પાંચ અલગ અલગ રીત વિશે જણાવીએ. જે અલગ અલગ સમસ્યામાં ઉપયોગી છે. વાળમાં ઈંડા લગાડવાથી વાળ માં ચમક આવે છે અને ડ્રાયનેસ દૂર થાય છે. તેનાથી સફેદ વાળનો ગ્રોથ પણ અટકે છે. તો ચાલો તમને જણાવીએ વાળમાં ઈંડા કેવી રીતે લગાડી શકાય. 

ઈંડુ અને વિટામિન ઈ 

જો તમારા વાળ નીચેથી બેમૂખી થઈ ગયા હોય તો ઈંડામાં વિટામિન એ મિક્સ કરીને વાળમાં લગાડવો. એક ઈંડુ તોડી તેમાં થોડું નાળિયેરનું તેલ અને વિટામિન ઈ ની કેપ્સ્યુલ તોડીને ઉમેરો. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને વાળમાં લગાવો. 

ઈંડા અને ઓલિવ ઓઈલ 

જો વાળનો ગ્રોથ વધતો ન હોય અને વાળને લાંબા કરવા હોય તો ઈંડામાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને લગાવો. તેનાથી વાળને અંદરથી પોષણ મળશે અને વાળના મૂળ મજબૂત થશે. એક બાઉલમાં ઈંડુ તોડી તેમાં થોડું ઓલિવ ઓઇલ મિક્સ કરો અને પછી વાળમાં લગાવો.

ઈંડુ અને એલોવેરા માસ્ક

જો તમારા વાળ વધારે ડ્રાય હોય તો આ માસ્ક લગાવવું. તેના માટે એક બાઉલમાં ઈંડુ તોડી તેમાં એલોવેરા જેલ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવો. તેનાથી વાળ અંદરથી મુલાયમ બને છે અને ડ્રાયનેસ દૂર થઈ જાય છે. 

ખરતા વાળ માટે 

જો વાળ વધારે પ્રમાણમાં ખરી રહ્યા હોય તો એક ઈંડુ ફોડી તેમાં કેળાની પેસ્ટ અને મધ ઉમેરો. આ માસ્કને વાળમાં સારી રીતે લગાવો. આ માસ્ક લગાવવાથી વાળમાં ચમક આવે છે અને ખરતા વાળ અટકે છે.

ઈંડુ અને દહીં 

દહીં વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરે છે. સાથે જ તે કન્ડિશનરનું કામ પણ કરે છે. વાળમાં ડેન્ડ્રફ વધારે હોય તો ઈંડામાં ત્રણ ચમચી દહીં અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવો. એક કલાક પછી વાળને શેમ્પુ કરી લો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news