યુવરાજસિંહ અને પદ્મિનીબાની સંકલન સમિતિને ચેલેન્જ, આરપારની લડાઈ સામે હવે સવાલો
Loksabhe Election 2024: લાંબા સમયથી ચાલતું ક્ષત્રિયોના આંદોલનમાં હવે અંદરો અંદર ફાંટા પડતા હોય તેમ લાગી રહ્યું છે. જે ક્ષત્રિય સમાજ એક તાંતણે બંધાયો હતો તેમાં જ હવે અંદરો અંદર લડાઈ જોવા મળી રહી છે. મીડિયા સામે તો તમામ ક્ષત્રિયો એક હોવાનો દાવો કરે છે. પરંતુ આ દાવાની પોલ આ બન્ને નિવેદનો પરથી ખુલી જાય છે.
Trending Photos
Loksabhe Election 2024: ક્ષત્રિય સમાજ છેલ્લા ઘણા સમયથી રૂપાલા સામે આંદોલન કરી રહ્યો છે. પરંતુ આ વિવાદનો કોઈ જ હલ નીકળતો હોય તેમ લાગતું નથી. ક્ષત્રિયોનું આંદોલન જેમ જેમ લાંબુ ખેંચાઈ રહ્યું છે, તેમ તેમ આંદોલનમાં ફાંટા પડતાં જોવા મળી રહ્યા છે. ક્ષત્રિયો જ ક્ષત્રિય આગેવાનો સામે સવાલો ઉઠાવા લાગ્યા છે. લાંબા સમયથી ચાલતું ક્ષત્રિયોના આંદોલનમાં હવે અંદરો અંદર ફાંટા પડતા હોય તેમ લાગી રહ્યું છે. જે ક્ષત્રિય સમાજ એક તાંતણે બંધાયો હતો તેમાં જ હવે અંદરો અંદર લડાઈ જોવા મળી રહી છે. મીડિયા સામે તો તમામ ક્ષત્રિયો એક હોવાનો દાવો કરે છે. પરંતુ આ દાવાની પોલ આ બન્ને નિવેદનો પરથી ખુલી જાય છે.
- યુવરાજસિંહેએ સંકલન સમિતિ પર ઉઠાવ્યા સવાલ
- યુવરાજસિંહને પી.ટી.જાડેજાએ શું આપ્યો જવાબ?
- શું સંકલન સમિતિને ક્ષત્રિયો નથી સ્વીકારતા?
- સંકલન સમિતિ આંદોલનને ગેરમાર્ગે દોરી રહી છે?
- પદ્મિનીબાના આક્ષેપ કેટલા સાચા?
તો સાંભળ્યું તમે? આ બન્ને ક્ષત્રિયો છે અને બન્ને જાણીતા ચહેરા છે. યુવરાજસિંહ આમ આદમી પાર્ટીના નેતા છે અને એક આંદોલનકારી છે. જ્યારે પી.ટી.જાડેજા હાલ ચાલતા આંદોલનનો એક મોટો ચહેરો છે. પરંતુ બન્નેના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. યુવરાજસિંહે ક્ષત્રિયોની સંકલન સમિતિ પર પ્રહાર કર્યા છે. સંકલન સમિતિ આંદોલનનો યોગ્ય માર્ગ ન લઈ જતી હોવાનો આરોપ લગાવ્યો છે. તો સામે પી.ટી.જાડેજાએ યુવરાજસિંહને રાજકીય વ્યક્તિ ગણાવી દીધા છે. જેના કારણે ક્ષત્રિયોમાં જ અંદરો અંદર વિખવાદ સામે આવી ગયો છે. પી.ટી. જાડેજાએ યુવરાજસિંહને રાજકીય નેતા ગણાવ્યા, તો યુવરાજસિંહે તેનો જવાબ પણ આપ્યો...
તો સંકલન સમિતિ પર આંદોલનનો વધુ એક ચહેરો એટલે પદ્મિનીબા વાળાએ પણ સવાલો ઉઠાવ્યા હતા. પદ્મિનીબા વાળા ખુલ્લીને સંકલન સમિતિ અને તેના સભ્યોનો વિરોધ કર્યો હતો. તો આ મામલે જ્યારે સંકલન સમિતિને પૂછવામાં આવ્યું તો તેમણે કંઈક આવો જવાબ આપ્યો હતો. કોઈ પણ આંદોલન જ્યારે લાંબુ ચાલે ત્યારે તેમાં વિખવાદ શરૂ થઈ જતાં હોય છે. આંદોલનને તોડવા માટેના પ્રયાસો થતાં હોય છે. ક્ષત્રિય આંદોલનમાં હાલ કંઈક આવું જ થતું હોય તેમ લાગી રહ્યું છે. જોવાનું રહેશે કે આગળ શું થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે