પોરબંદરના જે સ્ટેડિયમે અનેક ક્રિકેટર આપ્યા તે સ્ટેડિયમ જોઈ તમને થશે આના કરતા તો ગલી ક્રિકેટ સારી

ભારતીય ટેસ્ટ ક્રિકેટના પ્રથમ કપ્તાન રહેલા પોરબંદરના રાજવી નટવરસિંહજીએ પોરબંદર ખાતે રાજ્યની પ્રથમ ક્રિકેટની તાલીમ આપતી દુલીપ ક્રિકેટ સ્કુલની શરુઆત કરી હતી. આશરે 75 વર્ષ જુના આ ઐતિહાસિક દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટની હાલમાં કેવી પરિસ્થિતિ છે અને અત્યારે કેટલા ખેલાડીઓ અહીં તાલીમ લઇ રહ્યા છે અને શું છે આ દુલીપ સ્કુલ ઓફ ક્રિકેટનો ભવ્ય ઇતિહાસ.

પોરબંદરના જે સ્ટેડિયમે અનેક ક્રિકેટર આપ્યા તે સ્ટેડિયમ જોઈ તમને થશે આના કરતા તો ગલી ક્રિકેટ સારી

અજય શીલુ/પોરબંદર : ભારતીય ટેસ્ટ ક્રિકેટના પ્રથમ કપ્તાન રહેલા પોરબંદરના રાજવી નટવરસિંહજીએ પોરબંદર ખાતે રાજ્યની પ્રથમ ક્રિકેટની તાલીમ આપતી દુલીપ ક્રિકેટ સ્કુલની શરુઆત કરી હતી. આશરે 75 વર્ષ જુના આ ઐતિહાસિક દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટની હાલમાં કેવી પરિસ્થિતિ છે અને અત્યારે કેટલા ખેલાડીઓ અહીં તાલીમ લઇ રહ્યા છે અને શું છે આ દુલીપ સ્કુલ ઓફ ક્રિકેટનો ભવ્ય ઇતિહાસ.

પોરબંદરના પ્રજાવત્સલ મહારાણા નટવરસિંહજી ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના પ્રથમ કપ્તાન પણ રહી ચુક્યા છે. પોરબંદરના ઉભરતા યુવા ક્રિકેટરોને પ્લેટફોર્મ મળી રહે તેવા ધ્યેય સાથે રેલ્વે સ્ટેશન રોડ પર 7 જુન 1947ના રોજ દુલીપ ક્રિકેટ સ્કુલનુ મહારાણા નટવરસિંહજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આશરે 75 વર્ષ જુના આ દુલીપ ક્રિકેટ સ્કુલનુ સંચાલન હાલમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવી રહ્યુ છે. અહી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ આવેલુ છે. જે ગ્રાઉન્ડનુ છેલ્લા થોડા વર્ષોથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. પોરબંદરના આ દુલીપ ક્રિકેટ સ્કુલમાં 150થી વધુ બાળકો ક્રીકેટની તાલીમ મેળવી લઇ રહ્યા છે. 

પોરબંદર ડિસ્ટ્રીક રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા સરકારની પે એન્ડ પ્લે યોજના અંતર્ગત માત્ર 500 રૂપિયા જેવી ફી લઇ અહીં બાળકોને ક્રિકેટની તાલીમ આપવામાં આવી રહી છે. દુલીપ ક્રિકેટ સ્કુલ પોરબંદર માટે ઐતિહાસિક ધરોહર સમાન હોવા છતાં અહીં જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જરુરી સુવિધાઓની ઉણપ હોવાનું સામે આવી રહ્યું છે. અહીંનુ પેવેલીયન જર્જરીત હાલતમાં છે. બાળકોને સિમેન્ટની વિકેટમા પ્રેક્ટિસ કરવી પડે છે. 

અહીં સિન્થેટિક સર્ફેસ સહિતની સુવિધા ઉભી કરવા માટે અહીં પ્રેક્ટિસ માટે આવતા ખેલાડીઓએ માંગ કરી રહ્યા છે. પોરબંદર ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ આ અંગે જવાબદાર તંત્રને અનેક વખત રજુઆત કરવામાં આવી છે. જેથી અહીં ક્રિકેટની તાલીમ લેવા આવતા ખેલાડીઓને યોગ્ય તાલીમ મળે અને તેઓ આગળ વધી શકે છે. આટલા વર્ષો પૂર્વે પણ આધુનિક સુવિધાઓ અને ટેકનીકનો ધ્યાને રાખી બનાવવામાં આવેલ દુલીપ ક્રિકેટ સ્કુલની ગણના એશિયામાં બેસ્ટ ક્રિકેટ સ્કુલ તરીકે થાય છે ત્યારે આ ઐતિહાસિક સ્કુલને ફરીથી તે જ માન સન્માન મળે તે માટે અહીં જરૂરી તમામ સમારકામ સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે ક્રીકેટ પ્રેમીઓ તરફથી જે પણ રજુઆતો આવી છે તે રજુઆત અંગે દુલીપ ક્રિકેટ સ્કુલના જિલ્લા રમત અધિકારીએ જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તમામ જરુરી પગલાંઓ ભરી વહેલીતકે આ દુલીપ ક્રિકેટ સ્કુલમાં જરુરી સિન્થેટિક સર્ફેસ વાળી વિકેટ તેમજ હાર્ડ વિકેટ અને ઐતિહાસિક જે પવેલ્યીન છે તેની કામગીરી માટે આરએમબીના અધિકારીઓને સ્થળ પર બોલાવી જરુરી સર્વે સહિત એસ્ટિમેટ વડી કચેરી ખાતે મોકલવામાં આવ્યું છે. વહેલીતકે ફરીથી દુલીપ ક્રિકેટ સ્કુલ ખાતે તમામ સુવિધાઓથી સજ્જ બની ક્રીકેટ સ્કુલ માટે એક આદર્શ બનશે.

યુવા ક્રિકેટરોને તાલીમ આપતી દુલીપ ક્રિકેટ સ્કુલને આજે 75 વર્ષથી વધુ સમય થયો છે ત્યારે સરકાર દ્વારા આ સ્કુલને જરુરી સુવિધાઓથી સજ્જ કરવામાં આવે તે જરુરી છે. આ સ્કુલમાથી ટ્રેનીગ લઇ પોરબંદરના જયદેવ ઉનડકટ સહિતના અનેક ક્રિકેટરો આગળ વધ્યા છે. ત્યારે આગામી સમયમાં પણ સ્થાનિક પ્રતિભાસંપન્ન ખેલાડીઓને યોગ્ય મળી રહે અને ભવિષ્યમાં તેઓ એક સારા ક્રિકેટર બની પોરબંદર તેમજ દેશનું નામ રોશન કરી શકે તે માટે આ પ્રકારની સ્કુલને જરૂરી સુવિધાઓ મળે તે જરુરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news