Janhit Mein Jaari Trailer: મન્નુએ શરૂ કરી કોન્ડોમ વચેવાની જોબ, લગ્ન જીવનમાં પેદા થયો તણાવ અને પછી...

Janhit Mein Jaari Trailer: પરિવારજનો અને લોકોના કોન્ડોમ વેચવાની જોબના વિરોધ સામે મન્નુ પોતાનો અવાજ ઉઠાવે છે. તે સમાજની વિચારસરણી બદલવાનો નિર્ણય કરે છે.

Janhit Mein Jaari Trailer: મન્નુએ શરૂ કરી કોન્ડોમ વચેવાની જોબ, લગ્ન જીવનમાં પેદા થયો તણાવ અને પછી...

Janhit Mein Jaari Trailer: જનહિત મેં જારી ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં નુસરત ભરૂચા અને અનુધ સિંહ જોવા મળશે. નુસરતની ફિલ્મ જનહિત મેં જારી 10 જૂને રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં નુસરત ભરૂચા એક એવી છોકરીનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મમાં નુસરત ભરૂચા મન્નુ નામની છોકરીનો રોલ નિભાવી રહી છે. જે કોન્ડોમ વેચવાનું કામ કરે છે. પૈસાની જરૂરિયાતને કારણે તેણે આ કામ શરૂ કર્યું હતું. પરંતુ ધીરે ધીરે તે આ કામને પસંદ કરવા લાગે છે. તે સમાજની વિચારસરણી બદલવાનો નિર્ણય કરે છે.

આ ફિલ્મમાં મન્નુ કોન્ડોમ વેચવાની જોબ કરતી જોવા મળે છે. જો કે, પરિવાર અને સમાજના લોકો મન્નુની આ જોબનો વિરોધ પણ કરે છે. બજારમાં છોકરીના કોન્ડોમ વેચવાનું કોઇન ગમતું નથી. જો કે, આ દરમિયાન મન્નુની લાઈફમાં પ્યારની એન્ટ્રી થાય છે અને બાદમાં બંનેના લગ્ન પણ થાય છે. અહીંયા સુધી તો બધુ બરોબર હતું પરંતુ હવે ફિલ્મની ખરેખર સ્ટોરી શરૂ થયા છે. કોન્ડોમ વેચવાની જોબને કારણે મન્નુના લગ્ન જીવનમાં તણાવ પેદા થયા છે. પરિવારજનો અને લોકોના વિરોધ સામે મન્નુ પોતાનો અવાજ ઉઠાવે છે. મન્નુની આ લડાઈ ફિલ્મનો ક્લાઈમેકસ છે.

કોન્ડોમનો ઉપયોગ કરવા લોકોને જાગૃત કરવા મન્નુ તેના મિશનમાં કેટલી સફળ થયા છે તે આ ફિલ્મ જોયા બાદ ખબર પડશે. જો કે, આ ફિલ્મમાં નુસરતની એક્ટિંગથી લોકો ફિદા થઈ ગયા છે. આ ફિલ્મનું દિગ્દર્શન જય બસંતુ સિંહે કર્યું છે. આ એક સોશિયલ કોમેડી ફિલ્મ છે. ફિલ્મના ટ્રેલરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે, આ અગાઉ નુસરતે ફિલ્મનું પોસ્ટર અને ટીઝર શરે કર્યું હતું. જે બાદ લોકો દ્વારા નુસરતને ટ્રોલ પણ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news