કમોસમી વરસાદ બન્યો રવિ પાકનો દુશ્મન, ઓછું થયું થયું વાવેતર
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :રાજ્યમાં કમોસમી વરસાદ (Offseason rain) ના પગલે રવિ પાક (Winter crops in gujarat) ના વાવેતરમાં ઘટાડો થયેલો થયો તેવુ આંકડા પરથી સામે આવ્યું છે. રાજ્યમાં રવિ પાકમાં 5.43 વાવતર ઓછું થયુ છે. જેની અસર ઉત્પાદન પર પણ જોવા મળશે. ઓછા ઉત્પાદન થકી કદાચ ખેડૂતોને ભાવ મળશે, પણ બજાર કિંમત ઉંચી જશે. ઘંઉ અને ચણાનું વાવેતર વધારે હોવાથી તેના ભાવ નીચા આવવાની શક્યતાઓ જોવાઇ રહી છે. રવિ પાકનું કુલ વાવેતર 94.57 ટકા થયું છે.
ચાલુ વર્ષે રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર પૂરતા પ્રમાણમાં ન કરી શક્યા અને જે વાતેતર થયું હતુ તે ભારે વરસાદ અને કમોસમી વરસાદમાં ધોવાયુ છે. કમોસમી વરસાદની અસર આજે પણ ખેતરમાં જોવા મળે છે. કમોસમી વરસાદના લીધે રવિ વાવેતરમાં ખેડૂતો મોડા પડ્યા અને સરેરાશ વાવેતર કરતાં 5.43 ટકા વાવેતરમાં ઘટાડો થયો છે. ઘઉં, ચણા, જીરૂ અને મકાઇને બાદ કરતાં તમામ પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.
પાક | સામાન્ય વાવેતર(હેક્ટર) | ચાલુ વર્ષનુ વાવેતર(હેક્ટર) | ટકા |
ઘઉં બિનપીયત | 37713 | 29917 | 79.33 |
જુવાર | 32744 | 19453 | 59.41 |
અન્યધાન | 13631 | 6824 | 50.06 |
રાઇ | 205695 | 168930 | 82.13 |
અન્ય તેલીબીયાં | 8947 | 3439 | 38.44 |
શેરડી | 159139 | 93191 | 58.56 |
તમાકુ | 123062 | 99684 | 81 |
ધાણા | 73539 | 67278 | 91.49 |
લસણ | 13092 | 8447 | 64.52 |
સવા | 15068 | 10767 | 71.46 |
ઇસબગુલ | 15550 | 4225 | 27.17 |
વરિયાળી | 40092 | 37226 | 92.85 |
ડુંગળી | 38180 | 29366 | 76.92 |
બટાટા | 125289 | 108436 | 86.55 |
શાકભાજી | 165170 | 125530 | 76 |
ઘાસચારો | 456447 | 413117 | 90.51 |
કયા રવિ પાકના વાવેતરમાં થયો વધારો
એક તરફ રવિ પાકના વાવેતરમાં ઘટાડો છે, તો બીજી તરફ કેટલાક પાકમાં વધારો પણ નોંધાયો છે. જે દર્શાવે છે કે, આ પાકને કમોસમી વરસાદની કઈ અસર થઈ નથી. અથવા તો આ પાકનું વાવેતર કરનારાઓમાં વધારો થયો છે. જરા આ પાક અને તેના વાવેતર પર પણ એક નજર કરીએ...
પાક | સામાન્ય વાવેતર(હેક્ટર) | ચાલુ વર્ષનુ વાવેતર(હેક્ટર) | ટકા |
ઘઉ પિયત | 915424 | 929031 | 101.49 |
મકાઇ | 106045 | 1155171 | 108.61 |
ચણા | 213277 | 274643 | 128.77 |
અન્ય કઠોળ | 25002 | 29793 | 119.16 |
આંકડા પર નજર કરીએ તો, રવિ પાકના સામાન્ય વાવેતર કરતાં ચાલુ વર્ષના વાવેતરમાં 5.43 ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે હજુ બટાટાના વાવેતરમાં વધારો થઇ શકે છે તેવું ખેતીવાડી વિભાગના એક્સપર્ટસનું કહેવું છે. નોંધનીય છે કે, લસણના વાવેતરમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો છે અને જો તેની અસર ઉત્પાદન પર થઇ તો લસણના ભાવ આસમાને પહોચશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે