MG ZS EV નું બુકિંગ 21 ડિસેમ્બરથી શરૂ, જાણો કેટલામાં કરાવી શકો છો બુક
ભારતમાં હાલમાં એન્ટ્રી કરી જોરદાર સપોર્ટ આપનાર ઓટો કંપની એમજી (મોરિસ ગેરેજ) મોટર ઇન્ડીયા (Morris Garages India)એ પોતાની બહુપ્રતિક્ષિત ઇલેક્ટ્રિક કાર MG ZS EVનું બ્પ્રી બુકિંગ શનિવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ભારતમાં સંપૂર્ણપણે ઇન્ટરનેટ ઇલેક્ટ્રિક એસયૂવી (Internet electric SUV) છે. કસ્ટમર્સને આ એસયૂવીના બુકિંગ માટે 50000 રૂપિયા આપવા પડશે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં હાલમાં એન્ટ્રી કરી જોરદાર સપોર્ટ આપનાર ઓટો કંપની એમજી (મોરિસ ગેરેજ) મોટર ઇન્ડીયા (Morris Garages India)એ પોતાની બહુપ્રતિક્ષિત ઇલેક્ટ્રિક કાર MG ZS EVનું બ્પ્રી બુકિંગ શનિવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ભારતમાં સંપૂર્ણપણે ઇન્ટરનેટ ઇલેક્ટ્રિક એસયૂવી (Internet electric SUV) છે. કસ્ટમર્સને આ એસયૂવીના બુકિંગ માટે 50000 રૂપિયા આપવા પડશે. એમજીમોટરે પહેલાં 1000 કસ્ટમર માટે એકદમ ખાસ ઇંટ્રોડક્ટરી પ્રાઇસની જાહેરાત કરી છે. જોકે દેશના પાંચ શહેરો-દિલ્હી, મુંબઇ, અમદાવાદ, બેંગલુરૂ અને હૈદરાબાદમાં બુકિંગ શરૂ થઇ ગઇ છે. કંપની જાન્યુઆરીમાં આ એસયૂવીને લોન્ચ કરશે.
ચાર્જિંગની સુવિધા
MG ZS EV ને ચાર્જ કર્યા બાદ એકદમ સરળ છે. આ એસયૂવીને કોઇપણ 15 એમ્પીયરને સોકેટથી ચાર્જ કરી શકાશે. કંપની આ એસયૂવીમાં એસી ફાસ્ટ ચાર્જર પણ ઇન્સ્ટોલ કરશે જેથી તેને ઘર અથવા ઓફિસમાં ચાર્જમાં ચાર્જ કરી શકાશે. એમજી મોટર પોતાના કેટલાક શોરૂમમાં ડીસી સુપર ફાસ્ટ ચાર્જર પણ ઇન્સ્ટોલ કરી શકી રહ્યા છે.
Let’s usher in a clean and green future, one car at a time. Book your MG ZS EV, India’s first-ever Pure Electric Internet SUV. Book now: https://t.co/oRJnjQpNsD #ChangeWhatYouCan pic.twitter.com/9nxfBrlGRP
— Morris Garages India (@MGMotorIn) December 21, 2019
આ ચાર્જર 24x7 શોરૂમમાં ઉપલબ્ધ થશે. સુપર ફાસ્ટ ડીસી ચાર્જર વડે ZS EV 50 મિનિટની અંદર 80 ટકા સુધી ચાર્જ થઇ જશે, જ્યારે એસી ફાસ્ટ ચાર્જર વડે એસયૂવીને ફૂલ ચાર્જ થતાં 6-8 કલાક લાગશે. તેની બેટરી એકવાર ફૂલ ચાર્જ કરતાં 340 કિલોમીટર સુધી સફર કરી શકાશે.
વોરન્ટી પણ મળશે જોરદાર
એમજી મોટર પોતાના MG ZS EV કસ્ટમરને eShield નામના વોરન્ટી પેકેજમાં 5 વર્ષ મેન્યુફેક્ચરિંગ વોરન્ટી કરશે. આ વોરન્ટી અનલિમિટેડ કિલોમીટર માટે હશે. એસયૂવીમાં બેટરી પર 8 વર્ષની વોરન્ટી આપશે. આ ઉપરાંત રોડ સાઇડ આસિસ્ટેંડ 5 વર્ષ માટે મળશે. હા, અહીં વોરન્ટી ખાનગી રજિસ્ટર્ડ MG ZS EV પર મળશે. આ બેટરી 353 એનએમનો પીક ટોર્ક અને 143 પીએસ પાવર જનરેટ કરે છે, જે ગાડીને 8.5 સેકન્ડમાં 100 કિલોમીટર/ કલાક્ની સ્પીડ સુધી પહોંચે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે