રવિ પાક News

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી મંગળવારે રાજ્યના 5 જિલ્લામાં માવઠું
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતી કાલે હવામાન વિભાગે (weather department) માવઠાની આગાહી આપી છે. ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી મંગળવારે રાજ્યના પાંચ જિલ્લામાં માવઠું થયું હતું. તો સાથે જ આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કાંઠે વરસાદની આગાહી યથાવત છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર રહેવાથી વરસાદ (Rain in Winter) આવી શકે છે. આજે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં વરસાદની શક્યતા વર્તાઈ છે. આવતીકાલે દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે કમોસમી વરસાદ અને ઠંડી મામલે કહ્યું કે, આ વર્ષે ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળશે. કોલ્ડવેવ (Coldwave)ની અસર થશે, ઠંડીની તીવ્રતા ઘટશે. 
Dec 4,2019, 8:44 AM IST

Trending news