નવરાત્રીનું આ વર્ષે આયોજન થશે કે કેમ? ભાજપના પ્રદેશ પ્રમુખે આડકતરી રીતે કર્યો ઇશારો
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં આ વર્ષે નવરાત્રી (Navratri 2020) આયોજન અંગે સરકારનું (Government of Gujarat) કોઇ જ સ્પષ્ટ વલણ નથી. તેવામાં કોરોનાને પરાજીત કરીને બહાર આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે મહત્વની વાત કરી હતી. નવી ગાઇડલાઇન અનુસાર કોઇ પણ કાર્યક્રમમાં 100 થી વધારે લોકો એકત્ર થઇ શકે છે. ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમને નવરાત્રી અંગે પુછવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ધ્યાન આપી રહ્યા છે. કંઇ રીતે આયોજન કરી શકાય તે અંગે તેઓ વિચારી રહ્યા છે. ખેલૈયાઓ ગાઇડલાઇન સાથે રાખીને આયોજન કરી શકાય અથવા તો આયોજન કરવું કે નહી તે અંગે મન મોકળુ રાખીને નિર્ણય લેવાશે.
સી.આર પાટીલે જણાવ્યું કે, કોરોનાના આ કપરાકાળમાં હું અંગત રીતે માનુ છું કે, નવરાત્રિનું આયોજન ન થવું જોઇએ. જો કે સરકાર આ મુદ્દે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી. જો કે પોતાની રેલીઓના કારણે વિવાદમાં આવેલા પાટીલે સ્પષ્ટ કહ્યું કે, નવરાત્રી આયોજનો કરવા ન જોઇએ. અગાઉ રાજસ્થાન મોટા ગરબા સંચાલકો પણ સ્પષ્ટતાપુર્વક આ વર્ષે ગરબા નહી યોજવા માટેની જાહેરાત કરી ચુક્યા છે. રાજ્યના તમામ મહાનગરોમાં એક પણ ગરબાના મોટા મોટા આયોજનો રદ્દ કરી દેવામાં આવ્યા છે.ત્યારે ભાજપના પ્રમુખે આડકતરી રીતે ગરબાનાં આયોજન અંગે સંકેત કર્યો છે?
સી.આર પાટીલે આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કૃષિબીલ અંગે પણ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, ખેડૂતોને પાકની લઘુત્તમ ખરીદી પ્રક્રિયા યથાવત્ત ચાલુ જ રહેશે. પરંતુ જો તેઓ સારો ભાવ મળતો હોય તો બહાર પણ પોતાનો પાક વેચી શકે તેવી એક વધારાની સગવડ આપવામાં આવી છે. આ કાયદાથી માત્ર અને માત્ર ખેડૂતોનું હિત જ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બિલના કારણે વેપારીઓની દાદાગીરીનોઅંત થશે. જે વચેટિયાઓ ખેડૂતો પાસેથી મલાઇ ખાય છે. તેમના માટે આ બિલ નુકસાનકારક છે. આ બિલ તમામ પ્રકારે ખેડૂતોનાં જ હિતમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે