પ્રદેશ પ્રમુખ News

નવરાત્રીનું આ વર્ષે આયોજન થશે કે કેમ? ભાજપના પ્રદેશ પ્રમુખે આડકતરી રીતે કર્યો ઇશારો
રાજ્યમાં આ વર્ષે નવરાત્રી (Navratri 2020) આયોજન અંગે સરકારનું (Government of Gujarat) કોઇ જ સ્પષ્ટ વલણ નથી. તેવામાં કોરોનાને પરાજીત કરીને બહાર આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે મહત્વની વાત કરી હતી. નવી ગાઇડલાઇન અનુસાર કોઇ પણ કાર્યક્રમમાં 100 થી વધારે લોકો એકત્ર થઇ શકે છે. ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમને નવરાત્રી અંગે પુછવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ધ્યાન આપી રહ્યા છે. કંઇ રીતે આયોજન કરી શકાય તે અંગે તેઓ વિચારી રહ્યા છે. ખેલૈયાઓ ગાઇડલાઇન સાથે રાખીને આયોજન કરી શકાય અથવા તો આયોજન કરવું કે નહી તે અંગે મન મોકળુ રાખીને નિર્ણય લેવાશે.
Sep 21,2020, 23:54 PM IST
આંતરિક ખેંચતાણ વચ્ચે અટક્યું ભાજપના પ્રદેશ સંગઠનમાં નિમણૂંકનું કોકડું
Feb 28,2020, 13:42 PM IST
હરિયાણામાં પરાજય બાદ કોંગ્રેસમાં કંકાસ, પ્રદેશ અધ્યક્ષે કહ્યું- 'મને ગોળી
હરિયાણા કોંગ્રેસમાં પડેલું ભંગાણ આજે ખુલીને સામે આવેલું જોવા મળ્યું. પાર્ટીના પ્રદેશ પ્રમુખ અશોક તંવરે હાલમાં જ થયેલી લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજય માટે નારાજગી ઝેલવી પડી અને તેમણે ગુસ્સામાં કહ્યું કે, "જો તમે મને ખતમ કરવા માંગતા હોવ તો મને ગોળી મારી દો." પાર્ટીના હરિયાણા પ્રભારી ગુલામ નબી આઝાદે નવી દિલ્હીમાં મંગળવારે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં હાજર પાર્ટીના એક નેતાએ દાવો કર્યો કે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના નીકટના ધારાસભ્યોએ તંવરને નિશાન બનાવ્યા. વિધાયકોએ રાજ્યમાં પાર્ટીની લોકસભાની 10માંથી એક પણ બેઠક ન જીતવા પર હરિયાણામાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરી છે. 
Jun 6,2019, 23:35 PM IST

Trending news