પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે પૂછપરછમાં હત્યાનું આ કારણ આવ્યું સામે

તાપી જિલ્લામાં (Tapi) વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. પત્નીએ પતિની (Husband-Wife) હત્યા (Murder) કરી હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચા મચી ગઈ છે

પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે પૂછપરછમાં હત્યાનું આ કારણ આવ્યું સામે

નરેન્દ્ર/ તાપી: તાપી જિલ્લામાં (Tapi) વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. પત્નીએ પતિની (Husband-Wife) હત્યા (Murder) કરી હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચા મચી ગઈ છે. ત્યારે આ મામલે વ્યારા પોલીસે (Vyara Police) આરોપી પત્નીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો?
તાપી જિલ્લામાં (Tapi) પત્ની દ્વારા પતિની (Husband-Wife) હત્યા કરવાના આરોપમાં વ્યારા પોલીસ (Vyara Police) દ્વારા મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગત 18 જૂનના રોજ વ્યારાના વીરપુર ખાતે ઘરમાં પતિની (Husband) ગળે ટૂંપો દીધેલ હાલતમાં લાશ મળી આવી હતી. જો કે, પત્નીએ (Wife) મોતને ઘાટ ઉતારી તેને અકસ્માતમાં ખપાવાનો પ્રયત્ન કર્યો હતો.

જો કે, વ્યારા પોલીસે (Vyara Police) પહેલા અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી. પોલીસે પહેલા તો યુવકનો મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. પીએમ રિપોર્ટમાં મૃતક પતિને (Husband) ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસને મૃતકની પત્ની (Wife) પર શંકા જતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.

જેમાં પોલીસે મૃતકની પત્નીની કડક પૂછપરછ કરતા મહિલાએ જણાવ્યું હતું કે, મૃતક પતિ વારંવાર માનસિક ત્રાસ આપતો હતો જેનાથી ત્રસ્ત થયેલી મહિલાએ તેના પતિને ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હતી. ત્યારે આ મામલે પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news