રાજસ્થાની પ્રેમીના પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પતિને શાર્પ શૂટર્સ બોલાવી મારી નાંખ્યો

મહુવાના આંગલધરા ગામે ચકચારી હત્યાકાંડમાં સંજય દેસાઈ નામના ક્ષત્રિય યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડનો કોયડો ઉકેલવો સુરત જિલ્લા પોલીસ માટે પડકારસમાન બન્યો હતો. પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસમાં હત્યાકાંડની જે વિગત બહાર આવી એ ચોંકાવનારી હતી. કેમ કે પતિની હત્યા શાતિર પત્નીએ કરી હતી. રાજસ્થાની પ્રેમી સાથેના અનૈતિક સંબંધ પતિ જાણી જતા પત્નીએ રાજસ્થાની શુટર્સ બોલાવીને સોપારી આપી હતી અને પતિની ઘાતકી હત્યા કરાવી હતી. 
રાજસ્થાની પ્રેમીના પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પતિને શાર્પ શૂટર્સ બોલાવી મારી નાંખ્યો

કિરણસિંહ ગોહિલ/સુરત :મહુવાના આંગલધરા ગામે ચકચારી હત્યાકાંડમાં સંજય દેસાઈ નામના ક્ષત્રિય યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડનો કોયડો ઉકેલવો સુરત જિલ્લા પોલીસ માટે પડકારસમાન બન્યો હતો. પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસમાં હત્યાકાંડની જે વિગત બહાર આવી એ ચોંકાવનારી હતી. કેમ કે પતિની હત્યા શાતિર પત્નીએ કરી હતી. રાજસ્થાની પ્રેમી સાથેના અનૈતિક સંબંધ પતિ જાણી જતા પત્નીએ રાજસ્થાની શુટર્સ બોલાવીને સોપારી આપી હતી અને પતિની ઘાતકી હત્યા કરાવી હતી. 

બન્યું એમ હતું કે, કૃપા દેસાઈ નામની મહિલા અને સંજય દેસાઈનું લગ્નજીવન સુખમય હતું. બંને પોતાના લગ્નજીવનમાં ખુશ હતા અને લગ્નજીવન દરમ્યાન બે બાળકો પણ હતા. પણ અચાનક સુખી પરિવારમાં પત્નીની બેવફાઈને કારણે દેસાઈ પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. દેસાઈ પરિવારના ત્યાં ભાડે રહેવા આવેલા રાજસ્થાની યુવક એ જ વિસ્તારમા અનાજ-કરિયાણાની દુકાન ચલાવતો હતો. તેના સંપર્કમાં કૃપા દેસાઈ આવી હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને આ પ્રેમ અય્યાશીમાં પલટાઈ ગયો. પ્રેમીમાં અંધ બનેલી પત્ની પતિથી દૂર થવા લાગી અને પત્નીમાં આવેલા ફેરફારથી સંજયને શંકા ગઈ હતી. બાદમાં તેને પત્નાની અનૈતિક સંબંધોની જાણ થઈ હતી. તેણે પત્ની તથા તેના પ્રેમના આ વિશે સમજાવ્યા હતા, પરંતુ અંધ બનેલ પત્નીને પ્રેમી સિવાય કંઈ જ દેખાતુ ન હતુ. તેણે પહેલા પતિને અકસ્માત કરીને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે પ્રયાસ નિષ્ફળ જતા આખરે તેણે રાજસ્થાનના શુટરોને લાખો રૂપિયાની સોપારી આપી 9 જૂને પત્ની હત્યા કરાવી હતી.  

પતિની હત્યા બાદ શાતિ પત્નીએ પોલીસને પણ ગોળ ગોળ જવાબો આપી અવળેપાટે ચઢાવી હતી, પરંતુ અંતે તેનું પાપ બહાર આવ્યું હતું. મૃતક સંજયની 9 જુનની રાત્રે તેના વજન કાંટાની કેબિનમાં હત્યા કરી હત્યારા ફરાર થઇ ગયા અને હત્યા બાદ જિલ્લાની પોલીસ તપાસમાં કામે લાગી હતી. હાઈપ્રોફાઈલ હત્યા હોવાથી પોલીસ કડક હાથે તપાસ કરી પહેલા તો પત્નીએ પરિવારના સભ્યો પર હત્યા કરાવ્યાનો આક્ષેપ કર્યો હતો. જેમાં મૃતકના પિતાને લાગી આવતા તેમને આત્મહત્યા પણ કરી હતી. 

ત્યારે પોલીસે તપાસનો એંગલ બદલ્યો હતો. અંતે તપાસમાં પત્નીની હિલચાલ બાદ ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા હતા. પોલીસે કૃપા દેસાઈ, તેનો પ્રેમી કાનસીંગ ઉર્ફે કાંતિ રાજપુરોહિતને બાતમીના આધારે ઝડપી પાડ્યા અને અનૈતિક  સબંધમાં હત્યા કરી હોવાનું બહાર આવ્યું. પોલીસે રાજસ્થાનથી હત્યા કરવા આવેલા સોપારી લેનાર શ્રવણ રાજપુરોહિત અને હનુમાન રાજપુરોહિતને પણ ઝડપી પાડ્યા છે. જયારે પહાડ સિંહ રાજપુરોહિતને વોન્ટેડ જાહેર કર્યો છે 

પકડાયેલા આરોપીમાંથી હનુમાન રાજપુરોહિત સામે રાજસ્થાનમાં હત્યાના બે ગુના નોંધાયા છે. પોલીસે આરોપી પાસેથી હાથ બનાવટની પિસ્તોલ, બે મહિન્દ્રા કાર, બાઈક, મોબાઈલ, રોકડ મળી 4,68 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. પરંતુ રાજપૂત સમાજના યુવકની હત્યાથી મહુવા પંથકમાં રાજપૂત સમાજમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news