દ. ગુજરાતમાં ભારે વરસાદના પગલે સ્ટેટ કંટ્રોલે યોજી બેઠક, જિલ્લા કલેક્ટરોને કરાયા એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ સ્ટેટ કંટ્રોલ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યમાં પડી રહેલા વરસાદની સમીક્ષા કરવામાં આવી હતી.
Trending Photos
ગાંધીનગરઃ દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા વરસાદને પગલે ગાંધીનગરમાં સ્ટેટ કન્ટ્રોલ દ્વારા તાકીદની બેઠક બોલાવાઈ હતી. ઉમરગામ સહિતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી વિકટ સ્થિતિની બેઠકમાં સમિક્ષા કરવામાં આવી. બેઠકમાં NDRFની ટીમ, નેવી કોસ્ટગાર્ડ અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ હાજર રહ્યા અને રાહત બચાવના લેવાયેલા પગલાં અંગે ચર્ચા કરાઈ. ત્યારે રાહત કમિશનરે જણાવ્યું હતું કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લા કલેકટરોને એલર્ટ કર્યાં છે. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યના તમામ વિસ્તારમાં વરસાદ થશે. સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થશે. તથા મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. વરસાદની બે સિસ્ટમ બની છે. કચ્છમાં હાલમાં વધુ વરસાદની સંભાવના નથી.
બેઠક બાદ રાહત કમિશનરે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે વહીવટીતંત્ર એલર્ટ છે. તળાવ તુટવાની વાત ખોટી છે, જે ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયું હતું. બસમાં ફસાયેલા મુસાફરોને એનડીઆરએફની ટીમે બચાવી લીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે