ભાજપની ટિકિટ જોઈએ તો કાર્યકરે શું કરવું પડશે? જાણો CR પાટિલે શું આપ્યું નિવેદન?

ભાજપ કાર્યકર્તાઓને સીઆર પાટીલે સ્પષ્ટ વાત કરી છે. જો ટિકિટ જોઈએ તો ભાજપના સક્રિય સભ્ય બનવું પડશે. જે સૌથી વધુ સક્રિય સભ્ય હશે તેને સન્માનિત કરાશે. જે જિલ્લામાં સૌથી વધુ સભ્ય બનશે તેનું સન્માન કરાશે.

ભાજપની ટિકિટ જોઈએ તો કાર્યકરે શું કરવું પડશે? જાણો CR પાટિલે શું આપ્યું નિવેદન?

CR Patil: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ભારત સરકારના મંત્રી સી આર પાટીલ આજે કચ્છનાં પ્રવાસે હતા. ભુજમાં ભાજપમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરાઈ હતી. કેન્દ્રીય મંત્રી પ્રદેશ પ્રમુખ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે વધારે સભ્યો બનાવાયા હોય તેવા કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરોએ મિસ્ક કોલ કરીને સદસ્યા પ્રાપ્ત કરી હતી. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, કચ્છને 10 લાખ સભ્ય બનાવવાનું લક્ષ્યાંક છે. સંગઠન માટેના કાર્યક્રમ આખા દેશમાં ચાલી રહ્યો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ 2 કરોડનો ટાર્ગેટ આપ્યો છે. આપણે આ ટાર્ગેટ પાર પાડીશું, યુપી કરતા આપણે ગુજરાતની તાકાત વધુ છે. કચ્છ જિલ્લામાં 2 લાખ સભ્યોનો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે. કચ્છ જિલ્લામાં 10 લાખ ટાર્ગેટ પૂરો કરી શકીએ એમ છે. પરંપરા મુજબ દર વર્ષે 6 સભ્ય નવા સભ્ય બનાવામાં આવે છે. કાર્યકરોને સૌથી વધારે સભ્ય બનાવવા માટે રકોર્ડ બનવાના તમે કાર્ય કરો. કચ્છ માડું એક વાર ટાર્ગેટ નક્કી એ પૂરો કરે છે. 

સી.આર. પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું, "આપણે કચ્છમાં 10 લાખ નવા સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે દરેક કાર્યકર્તાએ મહેનત કરવી પડશે." ભાજપના આ સદસ્યતા અભિયાનનું પરિણામ આગામી દિવસોમાં જોવા મળશે, અને તે કચ્છ વિસ્તારમાં પાર્ટીની મજબૂતાઈનો સંકેત આપશે.

ભાજપ કાર્યકર્તાઓને સીઆર પાટીલે સ્પષ્ટ વાત કરી છે. જો ટિકિટ જોઈએ તો ભાજપના સક્રિય સભ્ય બનવું પડશે. જે સૌથી વધુ સક્રિય સભ્ય હશે તેને સન્માનિત કરાશે. જે જિલ્લામાં સૌથી વધુ સભ્ય બનશે તેનું સન્માન કરાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news