આ શિક્ષકોનો શાહી અંદાજનો VIDEO તો જુઓ, દેશના ભવિષ્યને અંધકારમાં લઈ જઈ રહ્યા છે આ શિક્ષકો

કહેવાય છે ને કે શિક્ષક ક્યારેય સામાન્ય હોતા નથી. શિક્ષક જ હોય છે કે જેઓ તેમના શિષ્યોને જીવનમાં સાચો માર્ગ બતાવે છે. વિદ્યારૂપી અમૂલ્ય ધન મેળવવા માટે એક સારા ગુરૂ કે શિક્ષકની જરૂર પડે છે. શિક્ષક પર જ દેશના ભવિષ્યના ઘડતરની જવાબદારી હોય છે.

આ શિક્ષકોનો શાહી અંદાજનો VIDEO તો જુઓ, દેશના ભવિષ્યને અંધકારમાં લઈ જઈ રહ્યા છે આ શિક્ષકો

દિપક પદ્મશાળી/અમદાવાદ: સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશની એક સરકારી શાળાનો ચોંકાવનારો વીડિયો વાયરલ સામે આવ્યો છે. શિક્ષાનું મંદિર જાણે કે મસાજ સેન્ટર હોય તેમ એક શિક્ષિકા માસૂમ બાળક પાસેથી મસાજ કરાવતી જોવા મળી. જુઓ ઉત્તર પ્રદેશમાં શિક્ષણ વ્યવસ્થાની પોલી ખોલતો વીડિયો ચર્ચાનું વિષય બન્યો છે.

કહેવાય છે ને કે શિક્ષક ક્યારેય સામાન્ય હોતા નથી. શિક્ષક જ હોય છે કે જેઓ તેમના શિષ્યોને જીવનમાં સાચો માર્ગ બતાવે છે. વિદ્યારૂપી અમૂલ્ય ધન મેળવવા માટે એક સારા ગુરૂ કે શિક્ષકની જરૂર પડે છે. શિક્ષક પર જ દેશના ભવિષ્યના ઘડતરની જવાબદારી હોય છે. આવામાં હાલ સોશિયલ મીડિયા પર હાલ એક સરકારી શિક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરતા વીડિયો સામે આવ્યા છે. વીડિયો ઉત્તર પ્રદેશના હરદોઈની એક સરકારી શાળાનો છે. વીડિયોમાં તમે એક વર્ગખંડમાં તો બાળકોને અભ્યાસ કરતા જોઈ શકો છો પણ બીજા વર્ગ ખંડમાં જે દ્રશ્યો જોવા મળ્યા તેને જોઈને તમને અંદાજો આવી જશે કે આજના ટેકનોલોજીકલ યુગમાં પણ શિક્ષણનું સ્તર કેવું છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિક્ષિકા આરામથી ખુરશી પર બેઠી છે. શિક્ષિકાના એક હાથમાં પાણીની બોટલ છે અને તે ધીમે ધીમે પાણી પી રહી છે. શિક્ષિકાની પાસે એક બાળક ઊભો છે જે શિક્ષિકાના હાથ દબાવી રહ્યો છે. આ શિક્ષિકા તો જાણે કે શિક્ષાનું મંદિર કોઈ મસાજ સેન્ટર હોય તેમ બાળક પાસેથી મસાજ કરાવી રહી છે. આ શિક્ષિકા માસુમ બાળકો સામે પોતાનો રુતબો બતાવવા વચ્ચે વચ્ચે બાળકોને ધમકાવે પણ છે. વીડિયો બની રહ્યો છે છતાં આ શિક્ષિકાને કોઈનો ડર નથી. આ શિક્ષિકા દેશના ભવિષ્યને અંધકારમાં લઈ જઈ રહી છે. શિક્ષિકાનું નામ ઉર્મિલા સિંહ છે. આ પહેલા પણ શાળાના નિરિક્ષણ સમયે આ શિક્ષિકા બે વાર ગેરહાજર જોવા મળી હતી.

કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ શિક્ષિકા ભોજન બાદ ક્લાસમાં જ હાથ અને પગ ધોવે છે. આ શિક્ષિકાના વ્યવહારને લીધે પણ બાળકો અને સાથી શિક્ષકોમાં ડરનો માહોલ છે. જો કે સોશિયલ મીડિયા પર શિક્ષિકાના શાહી અંદાજનો વીડિયો વાયુવેગે વાયરલ થતાં શિક્ષિકાને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે..

અન્ય એક વીડિયોએ દેશમાં ભારે ચર્ચા
હવે ઉત્તર પ્રદેશના જ મથુરાની આ સરકારી શાળાનો વીડિયો પણ જોઈ લો. વરસાદને લીધે શાળામાં પાણી ભરાઈ ગયું. જ્યારે શાળા છુટવાનો સમય થયો ત્યારે એક શિક્ષિકાએ પોતાને વરસાદી પાણીમાંથી પસાર ન થવું પડે તે માટે બાળકો પાસેથી ખુરશીઓ ગોઠાવડાવી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિક્ષિકા એક બાદ એક ખુરશી પર પગ મૂકીને શાળામાંથી બહાર નીકળી રહી છે. આ વીડિયો જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે આ શિક્ષિકાને બાળકોના સ્વાસ્થ્યની કેટલી ચિંતા છે. આ વીડિયો જોઈને કેટલાક લોકોને એવો પણ સવાલ થઈ રહ્યો છે કે જો આ જ શિક્ષિકાની સંતાન જો આ શાળામાં અભ્યાસ કરતી હોય તો શું તે તેના બાળક પાસેથી આવું જ કામ કરાવશે? વીડિયોમાં શાહી અંદાજમાં બહાર આવતી શિક્ષિકાનું નામ પલ્લવી છે જે મથુરાની ગ્રામ પંચાયત ક્ષેમ દધેટાની પ્રાથમિક શાળામાં નોકરી કરે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોથી ઉત્તર પ્રદેશમાં શિક્ષા વ્યવસ્થાની ફજેતી થઈ રહી છે. શિક્ષકોના આવા શાહી અંદાજને જોઈને લોકોને ગુસ્સો ફાટી નીકળ્યો છે અને લોકો આવા શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ પણ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news