આજે 6 મહાનગરપાલિકાઓમાં મતદાન, 1,14,67,358 થી વધારે મતદારો કરશે મતાધિકારનો પ્રયોગ
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં આજે (21 ફેબ્રુઆરી) ના રોજ 6 મહાનગરપાલિકાઓમાં મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે 23 ફેબ્રુઆરીએ તેની મતગણતરી થશે. રાજ્યની છ મહાનગરપાલિકાઓના ઉમેદવારોનું ભાવી નક્કી થશે. મહાનગરપાલિકાઓમાં અમદાવાદની 192, સુરતની 116, વડોદરાની 76, રાજકોટની 72, ભાવનગરની 52 અને જામનગરની 64 બેઠકો પર કુલ 1,14,67,358 થી વધારે મતદાતાઓ પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે.
1,14,67,358 મતદાતાઓમાં કુલ 6060,540 જેટલા પુરૂષ, 54,06,279 મહિલાઓ અને 539 ટ્રાન્સજેન્ડર મતદાતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. કોરોના મહામારીના પગલે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદે કોરોના દર્દી મતદાન કરી શકે તે માટે અંતિમ કલાકમાં ખાસ વ્યવસ્થા કરી છે.
રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં 17 ડીસીપી, 40 એસીપી, 134 પીઆઇ, 392 પીએસઆઇ, 6200 પોલીસ કર્મચારી, 5500 હોમગાર્ડ, SRPF ની 15 કંપની અને અર્ધલશ્કરી દળની 1 કંપની તહેનાત રહેશે.
તો બીજી તરફ 48 ક્યુઆરટીની ટીમ, 16 સ્ટ્રોંગરૂમ, 16 રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર બનાવાયા છે. ઉપરાંત 5226 બુથ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. અતિસંવેદનશીલ વિસ્તારમાં કુલ 177 બુથ અને સંવેદનશીલ બુથો પર 1799 ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે