વિસનગરની મહિલાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, નખ પર PM મોદીનું સૌથી નાનું 1.6 સે.મી.નું બનાવ્યું પોટ્રેટ
- આ ચિત્ર બનાવી લંડનના હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
- વ્યવસાયે શિક્ષિકા મિત્તલબેન ચૌધરીના આ પ્રોટ્રેટ ચિત્રની પસંદગી થતાં મેડલ અને શિલ્ડ એનાયત કરાયો
- નખ ઉપર 1.6 સેન્ટીમીટર સાઇઝમાં વડાપ્રધાન અને મધર ટેરેસાનું પ્રોટ્રેટ અડધા કલાકમાં બનાવી રેકોર્ડ બનાવ્યો
- પેન્સિલ અથવા પેનને બદલે નખ ઉપર સૌથી નાનું આ ચિત્ર પીંછીથી બનાવ્યું
Trending Photos
તેજસ દવે/મહેસાણા: મહેસાણાના વિસનગરની એક મહિલાએ નખ ઉપર પીંછીથી વડાપ્રધાન મોદીનું સૌથી નાનું 1.6 સે.મી.નું પોટ્રેટ ચિત્ર બનાવી વર્લ્ડ રેકોર્ડ નોધાવ્યો છે. વિસનગરમાં ખાનગી શાળામાં શિક્ષિકા ની નોકરી કરતી મિત્તલ ચૌધરી એ ફાઈન આર્ટસ નો અભ્યાસ કર્યો છે. અને એને સૌ પ્રથમ વાર કાઇક યુનિક કરવાના વિચારે પહેલી જ વારમાં વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે.
મિત્તલ ચૌધરી નામની આ મહિલાએ પેન્સિલ કે પેનના બદલે પીંછીથી પહેલા મધર ટેરેસાનું પણ ચિત્ર અંકિત કર્યું હતું . બાદમાં મિત્તલ ચૌધરી એ હાથની આંગળીના પોતાના નખ ઉપર પીંછી વડે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સામાજિક કાર્યકર મધર ટેરેસાનું સૌથી નાનું પોટ્રેટ ચિત્ર બનાવ્યુ હતું.
આ ચિત્ર બનાવી મિત્તલ ચૌધરી એ લંડનના હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જેના પગલે વિસનગરનું નામ વર્લ્ડ રેકોર્ડના ચોપડે અંકિત થઈ ગયું છે. વ્યવસાયે શિક્ષિકા મિત્તલબેન ચૌધરીના આ પ્રોટ્રેટ ચિત્રની પસંદગી થતાં મેડલ અને શિલ્ડ એનાયત કરાયો છે.
નખ ઉપર 1.6 સેન્ટીમીટર સાઇઝમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મધર ટેરેસાનું પ્રોટ્રેટ અડધા કલાકમાં બનાવી રેકોર્ડ બનાવ્યો છે. જેની ખાસિયત એ છે કે પેન્સિલ અથવા પેનને બદલે નખ ઉપર સૌથી નાનું આ ચિત્ર પીંછીથી બનાવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે