ગજબનાક : મોરબીમાં ડ્રોનથી મંગાવ્યો માવો, હવે પોલીસ પાડશે વારો

મોરબીમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવીને કોરોના વાયરસને અટકાવવા માટે પોલીસ તંત્ર કમર કસી રહ્યું છે. 

ગજબનાક : મોરબીમાં ડ્રોનથી મંગાવ્યો માવો, હવે પોલીસ પાડશે વારો

મોરબી : લોકડાઉનમાં લોકો નવરા બેઠા ગજબનાક કારનામા કરી નાખતા હોય છે. હાલમાં મોરબીનો આવો જ એક કિસ્સો પ્રકાશણાં આવ્યો છે જેમં વ્યક્તિએ લોકડાઉન દરમિયાન ડ્રોન વડે માવાની ડિલિવરી લીધી અને પછી એનો વીડિયો બનાવીને ટિકટોકમાં પણ મુક્યો. આ વ્યક્તિનું નામ હિરેન પટેલ હોવાનું જાણવા મળ્યું છું.

વ્યક્તિની ઓળખ જાહેર થયા પછી બી ડિવિઝન પોલીસે અટકાયત કરી હોવાનુ સામે આવ્યું છે. વધુમાં આ શખ્સ સામે પોલીસે ગુનો નોંધવાની તજવીન હાથ ધરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

મોરબીમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવીને કોરોના વાયરસને અટકાવવા માટે પોલીસ તંત્ર કમર કસી રહ્યું છે. આ દરમિયાન લોકડાઉનને લઈને પ્રસિદ્ધ થયેલા જાહેરનામાના ભંગ કરતા લોકો સામે પણ પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news