કોરોના વાયરસઃ સરકારે PPF, સુકન્યા સમૃદ્ધિ ખાતાધારકોને આપી મોટી ખુશખબર, વાંચો


ppf account : કોરોના વાયરસે દેશ અને દુનિયાના દરેક ક્ષેત્રને પ્રભાવિત કર્યું છે. દેશમાં એક મોટી વસ્તી સંકટમાં છે. તેવામાં સરકારે પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ (sukanya samriddhi yojana) ખાતાધારકો માટે નિયમોમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. 
 

 કોરોના વાયરસઃ સરકારે PPF, સુકન્યા સમૃદ્ધિ ખાતાધારકોને આપી મોટી ખુશખબર, વાંચો

નવી દિલ્હીઃ સરકારે કોરોના વાયરસના સંકટને જોતા લોક ભવિષ્ય નિધિ (પીપીએફ), રિકરિંગ ડિપોઝિટ (આરડી) તથા સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાધારકો માટે ફરજીયાત ન્યૂનતમ થાપણની સમયમર્યાદા ત્રણ મહિના માટે વધારી દીધી છે. નાણામંત્રાલયે શનિવારે ટ્વીટર પર તેની જાણકારી આપી હતી. હવે પીપીએફ, આરડી અને સુકન્યા સમૃદ્ધિ ખાતામાં 2019-2020ની ફરજીયાત ન્યૂનતમ થાપણને 30 જૂન સુધી જમા કરાવી શકાશે. 

નાણામંત્રાલયે ટ્વીટમાં કહ્યું, સરકારે કોરોના વાયરસના સંક્રમણ પર નિરારણ માટે દેશમાં લાગૂ લૉકડાઉનને જોતા નાની બચત કરનાર જમાકર્તાઓના હિતોની રક્ષા માટે પીપીએફ, આરડી તથા સુકન્યા સમૃદ્ધિ ખાતાધારકો માટે જોગવાઈમાં છૂટછાટ આપી છે. 

— Ministry of Finance 🇮🇳 #StayHome #StaySafe (@FinMinIndia) April 11, 2020

આ ખાતાને સક્રિય રાખવા માટે ખાતાધારકોએ દર વર્ષે એક નક્કી થાપણ જમા કરાવવાની હોય છે. આમ નહીં થવાની સ્થિતિમાં ખાતાધારકો પાસે વિલંબ ચાર્જ લેવામાં આવતો હતો. ખાતાધારકો સામાન્ય નાણાકીય વર્ષના અંતમાં આ યોજનાઓમાં જમા કરાવે છે કારણ કે તેને આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ છૂટ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news