સુરતના ચોરના શોખ કરોડપતિઓને પણ ટક્કર મારે એવા, ચોરી કરીને ફાઈવસ્ટાર હોટલમાં જતો...
Surat VIP Chor : સુરતના ખટોદરામાંથી ઝડપાયો અનોખો ચોર...... ફક્ત ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ચોરી કરી મોંઘીદાટ કાર લેતો ભાડે..... વૈભવી હોટલમાં મજા માણી આવતો પરત.....
Trending Photos
Surat Latest News ચેતન પટેલ/સુરત : સુરતના ખટોદરામાંથી અનોખો ચોર ઝડપાયો છે. જે ફક્ત ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચોરીને જ અંજામ આપતો હતો. ચોરીના રૂપિયાથી તે મોંઘીદાટ કાર ભાડે લેતો હતો. આ મોંઘીદાટ કાર લઈને તે મુંબઈ અને વડોદરા ફરવા જતો હતો. ત્યાં તે વૈભવી હોટલમાં રોકાઈને પરત સુરત આવતો હતો. ત્યારે આ વીઆઈપી ચોરની ધરપકડ થતા અગાઉ 5 જેટલા ગુનામાં પણ તેની સંડોવણી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં ખટોદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે પોલીસે ઉન પાટિયા ખાતે રહેતો ૩૧ વર્ષીય મો.હસામુદીન ઉર્ફે બબ્બુ મો. ઈદરીશ ટેલરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૧૨૦૦ રૂપિયાની કિંમતના ચાંદીના ૩ સિક્કા, ૩૦ હજારની રોકડ તથા ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગમાં લેતો લોખંડનો હથોડો, એક પેચિયું, તથા લોખંડનું ગણેશીયુ કબજે કર્યું હતું.
પોલીસે આ આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી હાલ બેકાર છે અને તે ચોરી કરેલા રોકડા રૂપિયાથી પોતાના વૈભવી શોખ પુરા કરતો હતો. તે લકઝુરીયસ કાર ભાડે કરી મોટા શહેર જેવા કે મુંબઈ, અમદાવાદ, વડોદરા તેમજ અન્ય જગ્યાએ જઈ વૈભવી હોટલ બુક કરતો. ત્યાં તે રાત્રિ રોકાણ કરી વૈભવી શોખ પુરા કરતો હતો અને આ વૈભવી શોખ પુરા કરવા તે ચોરીના રવાડે ચડી ગયો હતો.
આ પણ વાંચો :
પોલીસની તપાસમાં ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે. તેમજ આરોપી રીઢો ઘરફોડ ચોર છે, તેની સામે ભૂતકાળમાં ઘરફોડ ચોરીના પાંડેસરામાં બે તથા સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ૩ ગુના મળી કુલ ૫ ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું. હાલ ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ, સુરતના ગોરાટના ઉદ્યોગપતિના બંગલાના 22 રૂમ ચેક કરતાં IT ને દોઢ દિવસ લાગ્યો હતો. ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં બીજા દિવસે તપાસમાં રોકડના કરોડોના વ્યવહારો મળી આવ્યા છે. તેમજ 12 લક્ઝુરિયસ કાર મુદ્દે તપાસ ચાલી રહી છે. 12 લક્ઝુરિયસ કારને લાઈનમાં ઊભેલી જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. અધિકારીઓએ એક્સપોર્ટના ડેટાની તપાસ કરી છે. તેમજ જનરલ ગ્રુપની રિંગરોડ પર આવેલી ઓફિસ, માંડવીની ફેક્ટરી ઉપરાંત સ્ટાફના કેટલાક કર્મચારીઓને ત્યાં પણ તપાસ છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે