સ્માર્ટ સ્કૂલનું શ્રેય લેતી ગુજરાત સરકાર શરમમાં મૂકાય તેવી ઘટના, દોઢ વર્ષમાં જ નવી નક્કોર સ્માર્ટ સ્કૂલના પોપડા ખર્યાં

Ahmedabad Smart School : ગુજરાતમાં શિક્ષણના કથળેલા સ્તર પર વારંવાર માછલા ઘોવાય છે, છતાં તંત્રી આરોપોથી કોઈ શીખ લેતુ નથી અને માસુમોના ભણતર સાથે ખેલ કરે છે

સ્માર્ટ સ્કૂલનું શ્રેય લેતી ગુજરાત સરકાર શરમમાં મૂકાય તેવી ઘટના, દોઢ વર્ષમાં જ નવી નક્કોર સ્માર્ટ સ્કૂલના પોપડા ખર્યાં

Ahmedabad Smart School અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની સરકારી શાળાઓની વરવી વાસ્તવિકતા સામે આવી છે. આ સાથે જ સ્માર્ટ સ્કૂલના નામે શાળાઓનું થતા આધુનિકરણ પર પ્રશ્ન ઉઠ્યા છે. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી વટવા શાળા નંબર 1 જેને સ્માર્ટ સ્કૂલ બનવાઈ હતી, તેની હાલત બે જ વર્ષમાં જર્જરીત થઈ ગઈ છે. હજી જાન્યુઆરી 2021 માં જૂની સરકારી સ્કૂલને સ્માર્ટ સ્કૂલ તબદીલ કરાઈ હતી, ત્યારે સ્માર્ટ સ્કૂલ બન્યાને દોઢ વર્ષમાં સ્કૂલ બંધ કરવાની ફરજ પડી છે.  

પ્રદીપસિંહ જાડેજા, ગૃહમંત્રી હતા તે સમયે તેમના હસ્તે તેમના મતવિસ્તારની સરકારી શાળાને સ્માર્ટ સ્કૂલ ખુલ્લી મૂકાઈ હતી. જો કે સરકારી સ્માર્ટ સ્કૂલ જર્જરીત થઈ જતાં છેલ્લા ચાર મહિનાથી બંધ કરવાની ફરજ પડી છે. બાળકોની સલામતી જોતા બે માળની બિલ્ડિંગમાં આવેલા તમામ 10 ઓરડા બંધ કરી બાજુની બિલ્ડિંગમાં બાળકોને શિફ્ટ કરી દેવાયા છે. AMC ની સ્માર્ટ સ્કૂલની ગેલેરીનાં છતમાંથી પડતા પોપડા, વર્ગખંડમાં જર્જરીત છત બાળકો માટે મોતનો સામાન બન્યા છે. તેથી બાળકોને કોઈ નુકસાન નાં થાય એ હેતુથી સમગ્ર બિલ્ડિંગમાં પ્રવેશ નિષેધ કરી દેવાયો છે.  

આ પણ વાંચો : 

જો કે બાળકો જર્જરીત બિલ્ડિંગમાં નાં જાય, તેમને કોઈ ઇજા નાં પહોંચે તે માટે માત્ર દોરડા મારીને તંત્ર એ હાલ તો સંતોષ માન્યો છે. પરંતું સ્માર્ટ સ્કૂલ બનાવવાનો શ્રેય લેતું સ્કૂલ બોર્ડ શરમમાં મૂકાઈ તેવી સ્થિતિ ઊભી થઈ છે. સ્માર્ટ સ્કૂલ બનાવવાની ઉતાવળમાં જૂની સ્કૂલોમાં નવા રંગ રોગાન કરી, નવા કપડાં પહેરાવી, 3d પોસ્ટર મારી આંકડાઓ વધારાઈ રહ્યા હોવાની ચર્ચા પણ શરૂ થઈ છે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલ બોર્ડની અમદાવાદમાં આવેલી 450 જેટલી શાળાઓમાં અંદાજે 1.55 લાખ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સ્કૂલ બોર્ડ દ્વારા અંદાજે 40 જેટલી સ્માર્ટ સ્કૂલ બનાવાઈ છે, જેમાં અનેક સ્કૂલના જૂના બિલ્ડિંગને નવા કપડાં પહેરાવી દેવાયા છે. રાજ્યની સરકારી શાળાઓનાં ઈન્ફ્રાસ્ટ્ક્ચર પર સતત સવાલો ઉઠી રહ્યાં છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઉત્તમ શિક્ષણ આપવાનો દાવો કરતું તંત્ર શાળાના જર્જરીત દ્રશ્યો જોઈને મૌન થઈ જાય છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news