રૂપાણી કેબિનેટના અડધોઅડધ મંત્રીઓના પત્તા કપાય તેવી શક્યતા, નવા ચહેરા જોવા મળશે

ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાતને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને અડધોઅડધ મંત્રીમંડળનું પણ પત્તુ કપાય તેવી એક થિયરી સામે આવી છે. ગુજરાતના મંત્રીમંડળના મોટા અને ધરખમ ફેરફારો થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. સૂત્રોની માનીએ તો, 50 થી 70 ટકા નવા ચહેરા નવી કેબિનેટમાં સામેલ થાય તેવુ દેખાઈ રહ્યુ છે. 

રૂપાણી કેબિનેટના અડધોઅડધ મંત્રીઓના પત્તા કપાય તેવી શક્યતા, નવા ચહેરા જોવા મળશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાતને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને અડધોઅડધ મંત્રીમંડળનું પણ પત્તુ કપાય તેવી એક થિયરી સામે આવી છે. ગુજરાતના મંત્રીમંડળના મોટા અને ધરખમ ફેરફારો થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. સૂત્રોની માનીએ તો, 50 થી 70 ટકા નવા ચહેરા નવી કેબિનેટમાં સામેલ થાય તેવુ દેખાઈ રહ્યુ છે. 

દિલ્લીથી નામ અને નેતાઓ બંને ગાંધીનગર પહોંચી ગયા છે. હાલ આ મામલે મંત્રણા ચાલી રહી છે. ધારાસભ્યોની બેઠક બાદ બપોરે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. પરંતુ આ પહેલા કમલમમાં પહોંચી રહેલા ધારાસભ્યો વચ્ચે કાનાફૂસી શરૂ થઈ ગઈ છે કે, આખરે કોનુ પત્તુ કપાશે, અને કયા નવા ચહેરાને સ્થાન મળશે. સીએમ પદનો ચહેરો તો પાટીદાર જ હશે તે લગભગ નક્કી છે. આ જ માંગણીને કારણે વિજય રૂપાણીનો ભોગ લેવાયો છે. ક્લીન અને સંવેદનશીલ ઈમેજ ધરાવતા વિજય રૂપાણીના રાજીનામા પાછળ પાટીદાર સીએમની માંગણી મુખ્ય કારણભૂત છે. જાતિગત સમીકરણોને કારણે જ એક વર્ષનો કાર્યકાળ બાકી હોવા છતા મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસેથી રાજીનામુ લઈ લેવામાં આવ્યું છે. ગુજરાતના રાજકારણમાં વર્ચસ્વ ધરાવતી મોટી પાટીદાર કમ્યુનિટીમાં માંગને કારણે ફરી એકવાર મુખ્યમંત્રીનો ભોગ લેવાયો છે. સાથે જ કોરોના પછી ઉઠેલી ઈન્કમબન્સી ખાળવા પણ ક્લીન ઈમેજ વિજયભાઈને વિદાય અપાઈ છે. 

કેન્દ્રીય મંત્રીમંડળમાં 45 વર્ષ કે તેથી ઓછી વયના 6 યુવા નેતાઓને પણ મંત્રી બનાવવામાં આવ્યા. જેમાં પાર્ટી સંગઠનનું ફિડબેક, સંઘનો અભિપ્રાય, પ્રાઈવેટ એજન્સીનો સર્વે ઉપરાંત ઘણા એવા સોર્સ હોય છે, જેના તારણ આવ્યા બાદ બદલાવ કરવામાં આવતો હોય છે. આ જ કારમ છે કે ગુજરાતમાં મંત્રીમંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. જેમાં અનેક નેતાઓનું પત્તુ કપાઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news