આજે બપોરે 3 વાગ્યે થશે ગુજરાતના નવા નાથની જાહેરાત

ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાતની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે હવે આખરે જાહેરાત થઈ ગઈ છે કે ક્યારે ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે. ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે, આજે બપોરે 3 વાગ્યે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત થશે. 

આજે બપોરે 3 વાગ્યે થશે ગુજરાતના નવા નાથની જાહેરાત

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાતની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે હવે આખરે જાહેરાત થઈ ગઈ છે કે ક્યારે ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે. ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે, આજે બપોરે 3 વાગ્યે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત થશે. 

યમલ વ્યાસે કહ્યું કે, આજે બપોરે કમલમ ખાતે ધારાસભ્યોની બેઠક મળશે. તેમાં કેન્દ્રથી આવેલા નિરીક્ષકો નરેન્દ્ર તોમર, પ્રહલાદ જોશી, તરુણ ચૂંક ઉપસ્થિત રહેશે. સાથે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને તમામ ધારાસભ્યો બેઠકમાં હાજર અને ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેના પર નિર્ણય લેવાશે. બપોરે 3 વાગ્યે નવા નામની જાહેરાત થશે. શક્ય છે કે તેઓ ક્યારે રાજ્યપાલ પાસે થજશે, પણ શક્ય હશે તો આજે જ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news