સુરતમાં એક સાથે નીકળી 8 યુવતીઓની વર્ષીદાન યાત્રા, આવતીકાલે લેશે દીક્ષા

સુરતમા જાણે દિક્ષા લેવાની સીઝન ચાલી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. વેલેન્ટાઇનના દિવસે એકસાથે આઠ યુવતીઓ એકસાથે દિક્ષા ગ્રહણ કરશે. ત્યારે સુરતના નાનપુરા ખાતે આજે ભવ્ય વર્શીદાન સમારોહનુ આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ.

સુરતમાં એક સાથે નીકળી 8 યુવતીઓની વર્ષીદાન યાત્રા, આવતીકાલે લેશે દીક્ષા

ચેતન પટેલ, સુરત: સુરતના નાનપુરા ખાતે આજે એકસાથે આઠ યુવતીઓના વર્ષીદાન યાત્રા કાઢવામા આવી હતી. આ આઠેય યુવતીઓ આવતીકાલે એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે એકસાથે દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગ પર નીકળી પડશે.

સુરતમા જાણે દિક્ષા લેવાની સીઝન ચાલી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. વેલેન્ટાઇનના દિવસે એકસાથે આઠ યુવતીઓ એકસાથે દિક્ષા ગ્રહણ કરશે. ત્યારે સુરતના નાનપુરા ખાતે આજે ભવ્ય વર્શીદાન સમારોહનુ આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ. આ આઠેય યુવતીઓના વર્ષીદાન શોભાયાત્રા કાઢવામા આવી હતી. જેમા ઘોડાગાડી, બળદગાડુ તથા ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી. હજ્જારો લોકો આ વર્શીદાન યાત્રામા જોડાયા હતા.

લોકો ઢોલના તાલે ઝુમી ઉઠયા હતા. વર્ષીદાનની આ શોભાયાત્રા સમગ્ર નાનપુરા વિસ્તારમા ફરી જૈનસંઘ ખાતે આવી પહોંચશે અને બાદમા આવતીકાલે સવારે આ તમામ યુવતીઓ ગુનરત્નેશ્વર સુરિશ્વરજી મહારાજના સાનિધ્યમા દિક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગ પર નીકળી જશે. ઉલ્લેખનીય છે કે આ આઠ પૈકી પાચ યુવતીઓ કરોડ પતિ પરિવારથી બિલોંગ કરે છે તેમજ એક યુવતી નેશનલ જીમ્નાસ્ટિક પ્લેયર રહી ચુકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news