લોકડાઉન : હનિમૂન કરવા ગયેલુ વાપીનું તબીબ દંપતી ઓસ્ટ્રેલિયાના એક ટાપુ પર ફસાયુ

કોરોના વાયરસ (Coronavirus) નું સંક્રમણ વિશ્વના અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. આ કારણે અનેક લોકો કોઈને કોઈ દેશોમાં ફસાયા છે. કોઈ વિદ્યાર્થી છે, તો કોઈ મીટિંગ માટે, તો કોઈ ફરવા ગયા હતા, જેઓ લોકડાઉનને કારણે અટવાયા છે. ત્યારે વાપી શહેરનું એક નવપરણીત કપલ હાલ ઓસ્ટ્રેલિયામાં ફસાયુ છે. આ તબીબ કપલ હનિમૂન માટે ઓસ્ટ્રેલિયા ગયું હતું, અને લોકડાઉનને કારણે ગત એક મહિનાથી ફસાયું છે. 
લોકડાઉન : હનિમૂન કરવા ગયેલુ વાપીનું તબીબ દંપતી ઓસ્ટ્રેલિયાના એક ટાપુ પર ફસાયુ

જય પટેલ/વલસાડ :કોરોના વાયરસ (Coronavirus) નું સંક્રમણ વિશ્વના અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. આ કારણે અનેક લોકો કોઈને કોઈ દેશોમાં ફસાયા છે. કોઈ વિદ્યાર્થી છે, તો કોઈ મીટિંગ માટે, તો કોઈ ફરવા ગયા હતા, જેઓ લોકડાઉનને કારણે અટવાયા છે. ત્યારે વાપી શહેરનું એક નવપરણીત કપલ હાલ ઓસ્ટ્રેલિયામાં ફસાયુ છે. આ તબીબ કપલ હનિમૂન માટે ઓસ્ટ્રેલિયા ગયું હતું, અને લોકડાઉનને કારણે ગત એક મહિનાથી ફસાયું છે. 

હનિમૂન પર ગયેલ નવપરણિત તબીબ દંપતી હાલ ઓસ્ટ્રેલિયાના એક ટાપુ પર ફસાયું છે. વાપીનું તબીબ દંપતી લગ્ન બાદ હનિમૂન પર ઓસ્ટ્રેલિયા નજીક આવેલ વનુઆતું ટાપુ પર ગયું હતું. 15 માર્ચે તેઓ વાપીથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા હતા અને 24 માર્ચે તેઓ પરત ફરવાના હતા. તેઓ ભારત આવવા નીકળે તે પહેલા જ લોકડાઉનની જાહેરાત થઈ હતી અને આ કારણે આ કપલ હવે ટાપુ પર જ ફસાયું છે. એક મહિનાથી લાંબા સમયથી lockdownને કારણે તબીબ દંપતી ભારત પરત આવી શકતુ નથી. તો બીજી તરફ, તબીબ દંપતીના વાપીમાં રહેતા પરિવારજનો પણ ચિંતિત બન્યા છે. ટાપુ પર ફસાયેલા તબીબ દંપતીએ વીડિયો વાયરલ કરી સરકાર પાસેથી મદદ માંગી છે. વીડિયોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ મદદ માટે આજીજી કરી છે. આ તબીબ દંપતી વાપી અને વલસાડની જાણીતી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. 

વીડિયોમાં તેઓએ કહ્યું કે, લોકડાઉનને કારણે ઓસ્ટ્રેલિયામાં ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે. અહી કોઈ ઈન્ડિયન એમ્બેસી પણ નથી. વીડિયો દ્વારા અમે ભારતીય સરકારને અપીલ કરી છીએ કે, અમને ઓસ્ટ્રેલિયામાં શિફ્ટ કરાય. લોકડાઉનન જરૂરી છે, પણ ભારતીય લોકોને પરત આવવા માટે કોઈ સુવિધા કરાય એવુ અમે ઈચ્છીએ છીએ. પ્લીઝ ઈન્ડિયન એમ્બેસીમાંથી કોઈ અમારો સંપર્ક કરે. 

તો બીજ તરફ, ગુજરાતના એક હજાર વિદ્યાર્થીઓ યુરોપના બેલારુસમાં ફસાયા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે. બેલારૂસની અલગ અલગ 4 યુનિવર્સિટીમાં આ વિદ્યાર્થીઓ ફસાયા છે. વિદ્યાર્થીઓના વાલીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અનેકવાર રજૂઆતો કરી છે. સરકાર દ્વારા ભારત લાવવા માટે અત્યાર સુધી કોઈ વ્યવસ્થાઓ નથી કરવામાં આવી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અનેક આગેવાનો અને અધિકારીઓને વાલીઓએ રજુઆત કરી છે. બેલારુસમાં મેડિકલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. વિદ્યાર્થીઓએ સરકારને અરજી કરતો વીડિયો વાયરલ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news