Valsad Lok Sabha Chunav Result 2024: વલસાડમાં પટેલ VS પટેલની લડાઇ? રાજકારણ માટે મહત્વની સીટ પર ધવલ પટેલ 6,40,227 મતથી આગળ
Valsad Lok Sabha Chunav Result 2024: વલસાડમાં આ વખતે લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ તરફથી ધવલ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તો કોંગ્રેસે અનંત પટેલને ટિકિટ આપી હતી.
Trending Photos
વલસાડ: Valsad Lok Sabha Result Election 2024: વલસાડમાં આ વખતે લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ તરફથી ધવલ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તો કોંગ્રેસે અનંત પટેલને ટિકિટ આપી હતી. લોકસભાની 26 વલસાડ બેઠક દેશના રાજકારણ માટે ખૂબ જ મહત્વની ગણાય છે, કારણ કે વલસાડની લોકસભા બેઠક જે પાર્ટીનો ઉમેદવાર જીતે તે જ પાર્ટીની કેન્દ્રમાં સરકાર બને છે. વલસાડ લોકસભા બેઠકનો આ ઈતિહાસ રહ્યો છે.
બેઠક વલસાડ
આગળ ધવલ પટેલ ભાજપ
640227 મતથી આગળ
પાછળ અનંત પટેલ કોંગ્રેસ
447563મતથી પાછળ
કોણ છે ધવલ પટેલ
વલસાડ લોકસભા બેઠક ઉપર છેલ્લા 10 વર્ષથી ભાજપના ડો. કે સી પટેલે વિસ્તારનું કેન્દ્રમાં નેતૃત્વ કર્યું છે. ભાજપે આ બેઠક ઉપર મૂળ વાંસદાના ઝરી ગામના શિક્ષિત અને ભાજપ નેશનલ ટ્રાઇબલ સોશિયલ મીડિયા સેલના હેડ તરીકે કાર્યભાર સભાંડતા એવા ધવલ પટેલને પ્રથમ વખત લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ધવલ પટેલ છેલ્લા દસ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનેક વિકાસની યોજનાઓનો લાભ મેળવી રહેલા મતદારોને તેમના ઉપર વિશ્વસ રાખવા મનાવી લીધા છે.
અત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર છે કે હવે વિકસિત ભારત બનશે તેને ધ્યાને જોતા વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પણ વલસાડ લોકસભા બેઠકના તમામ વિસ્તારને વધુ વિકસિત કરવાનું બીડું ઝડપ્યું છે. વલસાડ લોકસભા બેઠકના મતદારોની તમામ સમસ્યાઓ જાણી ચૂંટણી પ્રચાર કરી વલસાડ ડાંગ લોકસભા બેઠક જીતીને તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા આહવાન કર્યું હતું.
કોણ છે અનંત પટેલ
કોંગ્રેસ પક્ષએ આદિવાસી સમાજનાં યુવા ચહેરો અનંત પટેલને ટિકિટ આપી પ્રથમ વખતે લોસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે. અનંત પટેલ વલસાડ લોકસભાની વાંસદા વિધાનસભા બેઠકના રનિંગ ધારાસભ્ય છે. અનંત પટેલે છેલ્લા 3 વર્ષમાં પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ, ભારત માલા પ્રોજેક્ટ, નેશનલ હાઇવે 56માં જમીન સંપાદન પ્રોજેક્ટ તેમજ આંગણવાડી બહેનોની સમસ્યા તેમજ શિક્ષણ જેવા અનેક મહત્વના મુદ્દા ઉપર સરકાર પાસે વિસ્તારના આદિવાસી સમાજનો અવાજ બનીને ન્યાયની લડત ચલાવી છે. જેથી કરીને અનંત પટેલ આદિવાસી સમાજનો સૌથી પ્રચલિત અને યુવા ચહેરો બની ગયો છે.
સાથે તે ચૂંટણી પ્રચારમાં પણ લોકોની સમશસ્યાને સમજે છે તેવા દાવા સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. જેના કારણે વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર આદિવાસી સમાજના લોકો અનંત પટેલ એક આગવી ઓળખ ધરાવે છે. જેના કારણે અનંત પટેલ તેમજ તેના સમર્થકો અને કોંગ્રેસે પાર્ટીએ આ વખતની 2024ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસ જીતશે અને કેન્દ્ર માં સરકાર બનાવશે એવુ આહવાન કર્યું હતું.
રાજકારણ માટે વસલસાડ બેઠક કેમ મહત્વની
લોકસભાની 26 વલસાડ બેઠક દેશના રાજકારણ માટે મહત્વની કેમ સાબિત થઈ, કારણ કે વલસાડની લોકસભા બેઠક જે પાર્ટીનો ઉમેદવાર જીતે તે જ પાર્ટીની કેન્દ્રમાં સરકાર બને છે. વલસાડ લોકસભા બેઠકનો આ ઈતિહાસ રહ્યો છે. વલસાડ લોકસભા બેઠક ST રિઝર્વ સીટ ઉપર ક્યાં સમાજનું વધુ પ્રભુત્વ છે. કયો સમાજના મતદારો જે પક્ષ તરફી મતદાન કરે તો ચૂંટણીનાં પરિણામો બદલવા સક્ષમ છે.
મતદારો અને જાતિય સમીકરણ
વલસાડ લોકસભા બેઠક બહુલ આદિવાસી વિસ્તાર ગણાતો અને એક તરફ વિશાળ સાહિયાદ્રી પર્વતમાળાઓથી ઘેરાયેલો છે અને બીજી તરફ 70 કિલોમીટરનો વિશાળ સમુદ્ર દરિયા કિનારો છે. વલસાડ લોકસભાની બેઠક એક અનોખી ઓળખાણ ધરાવે છે. તો બીજી મહારાષ્ટ્ર રાજ્યથી ગુજરાતના પ્રવેશ દ્વાર વલસાડ જિલ્લો ઓળખાય છે. વલસાડ લોકસભા બેઠક સૌથી લોકપ્રિય અને રસપ્રદ બેઠક કેમ ગણવામાં આવે છે. કેમ અહીં લોકસભાની મતગણતરીના દિવસે વલસાડ લોકસભા બેઠકની મતગણતરી ઉપર દેશની તમામ પાર્ટીઓની મીટ મંડાયેલી રહે છે તે જાણવા જેવું છે.
વલસાડ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વલસાડ જિલ્લાની 5 અને નવસારીની વાંસદા અને ડાંગ જિલ્લાની ડાંગ વિધાનસભા બેઠકનો સમાવેશ કરવામાં આવે છે. વલસાડ લોકસભાની બેઠકમાં કુલ 18,48,211 મતદારો નોંધાયા છે. જે પૈકી 9,08,810 સ્ત્રી મતદારો અને 9,39,379 પૃરુષ મતદારો છે. જયારે 20 મતદારો અન્ય તરીકે લોકસભાની 2024ની સામાન્ય ચૂંટણીની મતદાર યાદીમાં નોંધાયા છે.
આ લોકસભા બેઠક ઉપર સૌથી વધુ મતદારો વાંસદા વિધાનસભા બેઠક ઉપર 3,01,347 મતદારો નોંધાયા છે. ત્યાર બાદ વલસાડ જિલ્લાની ઉમરગામ વિધાનસભા બેઠક 2,90,282 મતદારો આવ્યા છે. વલસાડ લોકસભા બેઠક ઉપર નોંધાયેલા 18.48 લાખ મતદારો પૈકી 9.60 લાખથી વધુ મતદારો ઢોડીયા, કુકણા અને વારલી સમાજના મતદારો પ્રભુત્વ ધરાવે છે. જે પૈકી વાંસદા વિધાનસભા બેઠક ઉપર 2.27 લાખથી વધુ ઢોડીયા, કુકણા અને વારલી સમાજના મતદારો આવ્યા છે.
તો આવો જાણીએ 26 વલસાડ-ડાંગ લોકસભા બેઠકનો ઇતિહાસ
- વર્ષ 1957થી લઇને 1977 સુધી વલસાડ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર નાનુંભાઈ પટેલ પ્રથમ લોકસભાની ચૂંટણી જીત્યા હતા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી.
- વર્ષ 1977થી 1980. વલસાડ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર નાનુંભાઈ પટેલ ચૂંટણી જીત્યા અને કેન્દ્રમાં સ્વ. મોરારજી દેસાઈની સરકાર બની હતી.
- વર્ષ 1980થી 1984 કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉત્તમભાઈ પટેલને કોંગ્રેસમાંથી વલસાડ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી.
- વર્ષ 1984થી 1989માં વલસાડ લોકસભા.બેઠક ઉપર કોંગ્રેસના ઉત્તમભાઈ પટેલ ફરિ વલસાડથી ચૂંટણીમાં જીત મેળવી અને કેન્દ્ર માં કોંગ્રેસની સરકાર બની હતી.
- વર્ષ 1989થી 1990 દરમિયાન અર્જુનભાઈભાઈ પટેલ વલસાડ બેઠક ઉપરથી જનતા દળમાંથી લોકસભાની ચૂંટણી જીત્યા અને કેન્દ્રમાં જનતા દળની વી પી સિંહની સરકાર બની હતી.
- વર્ષ 1990થી 1991 વલસાડ બેઠક ઉપરથી ઉત્તમભાઈ પટેલ કોંગ્રેસથી ચૂંટણી જીત્યા હતા. અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી.
- વર્ષ 1991થી 1996માં વલસાડ લોકસભા બેઠક ઉપર ઉતમભાઈ પટેલ ફરિ કોંગ્રેસ ટીકીટ ઉપર જીત્યા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી.
- વર્ષ 1996થી 1997 વલસાડ બેઠક ઉપર ભાજપનાં ઉમેદવાર તરીકે પ્રથમ વખત મણીભાઈ ચૌધરી વલસાડ લોકસભા બેઠક ઉપર બહુમતી સાથે જીત મેળવી અને કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી.
- વર્ષ 1997થી 2004 વલસાડ બેઠક ઉપરથી ભાજપનાં મણીભાઈ ચૌધરી ચૂંટણી લડ્યા અને જીત્યા અને કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી
- વર્ષ 2004થી 2014 વલસાડ લોકસભા બેઠક કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે કિસનભાઈ પટેલ પ્રથમ વખત ચૂંટણી લડ્યા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી. 2 ટર્મ કોંગ્રેસે સરકાર બનાવી હતી.
- વર્ષ 2014 થી 2024થી વલસાડ લોકસભા બેઠક ઉપર ડો. કે સી પટેલ ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા અને કેન્દ્ર માં ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર 2 ટર્મ જાળવી રાખી છે.
આ રીતે વલસાડ લોકસભા બેઠકનો ઇતિહાસ રહ્યો છે કે, વલસાડથી જે પક્ષનો ઉમેદવાર જીતે તેની કેન્દ્રમાં સરકાર રહી છે. હિન્દી ફિલ્મનો ડાયલોગ અહીં ખરા અર્થમાં સાર્થક થાય છે. ઈતિહાસ ગવાહ હૈ, જબ જબ હમ જીતે હે સરકાર ઉસકી બની હે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે