Bharuch Lok Sabha Chunav Result: હોટકેક ગણાઈ રહેલી ભરૂચ સીટ પર મનસુખ વસાવાની જંગી લીડથી જીત, AAP નું સૂરસૂરિયું

Bharuch Lok Sabha Chunav Result 2024: ભરૂચની બેઠક હોટકેક ગણાતી હતી કારણ કે અહીંથી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના સ્થાનિક નેતાઓની નારાજગી ઝેલીને પણ પોતાના મજબૂત ઉમેદવાર ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા. 

 Bharuch Lok Sabha Chunav Result: હોટકેક ગણાઈ રહેલી ભરૂચ સીટ પર મનસુખ વસાવાની જંગી લીડથી જીત, AAP નું સૂરસૂરિયું

Bharuch Lok Sabha Result Election 2024: આજે લોકસભા ચૂંટણી 2014ના પરિણામનો દિવસ હતો અને ગુજરાતની ભરૂચ સીટ જે હોટકેક ગણાતી હતી તેનું પણ પરિણામ આવી ગયું છે. ભાજપના મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને હરાવી દીધા છે. આ વખતે અહીં વસાવા વિરુદ્ધ વસાવાનો જંગ હતો. આ ઉપરાંત આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપી રહી હતી. આ બેઠક કોણ જીતશે તે દેશભરમાં ચર્ચાનો વિષય બનેલો હતો. 

મનસુખ વસાવા જંગી લીડથી જીત્યા
મળતી માહિતી મુજબ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને 67994 મતોથી હરાવ્યા છે. 

ભરૂચની સીટ આ વખતની લોકસભા ચૂંટણીમાં હોટ સીટની ગણતરીમાં આવતી હતી. કારણ કે આ સીટ પર વસાવા વિરુદ્ધ વસાવાનો જંગ હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન થયું હતું તેમાં 24 સીટો પર કોંગ્રેસ જ્યારે 2 સીટ પર આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડી હતી જેમાંથી એક બેઠક આ હતી. આ બેઠક પર ભાજપે છેલ્લી 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવા પર ફરીથી વિશ્વાસ દાખવીને તેમને ટિકિટ આપી જ્યારે આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. 

મતદારોની વાત કરીએ તો આ બેટક પર સૌથી વધુ વસ્તી આદિવાસી સમાજની છે અને રસપ્રદ વાત એ છે કે ભાજપ અને આપના ઉમેદવારો પણ આદિવાસી સમાજથી છે. બીજા નંબરે અહીં મુસ્લિમ સમાજની વસ્તી છે. આ બેઠક પર કુલ 17.18 લાખ ઉમેદવારો છે. જેમાંથી 5.34 લાખ આદિવાસી અને 3.88 લાખ મુસ્લિમ ઉમેદવારો છે. જ્યારે ત્યારબાદ ઓબીસી મતદારો છે. 

મનસુખ વસાવા 1999થી આ બેઠક પર ચૂંટણી લડતા આવ્યા છે. આ બેઠક વિશે વાત કરીએ તો જ્યારથી દેશમાં લોકસભા ચૂંટણીની શરૂઆત થઈ એટલે કે 1951થી ત્યારથી આ સીટ અસ્તિત્વમાં છે. આ એક એવી બેઠક છે જ્યાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહોળા પ્રમાણમાં છે. એટલે એક સમયે તો આ બેઠક કોંગ્રેસનો જ ગઢ હતી પરંતુ છેલ્લા 35 વર્ષથી ભાજપનો ગઢ બની ચૂકી છે. 

જો કે આ વખતે ભાજપ માટે આ સીટ પર રસાકસી જોવામાં આવી રહી હતી કારણ કે ભાજપના મજબૂત આદિવાસી નેતા મનસુખ વસાવા સામે આમ આદમી પાર્ટીએ પોતાનો મજબૂત ચહેરો ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા હતા. અત્રે જણાવવાનું કે ચૈતર વસાવા હાલ નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ છે. પરંતુ 14 ડિસેમ્બર 2023ના રોજ વન અધિકારીઓ પર હુમલો કરવાના આરોપ સર તેમની ધરપકડ થઈ હતી. આ મામલામાં તેમના પત્નીની પણ ધરપકડ થઈ હતી. ચૈતર વસાવાને 6 મહિનાની સજા થઈ હતી જો કે 1 ફેબ્રુઆરી 2024 તેમને જામીન પણ મળ્યા હતા. તેમને શરતી જામીન મળ્યા હતા કે તેઓ નર્મદા અને ભરૂચ જિલ્લાઓમાં પ્રવેશ નહી કરી શકે. 

2019ની ચૂંટણીનું પરિણામ
ગત 2019 લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપે મનસુખ વસાવાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે કોંગ્રેસે શેરખાન અબ્દુલ શકુર પઠાણને ટિકિટ આપી હતી. આ ચૂંટણી મનસુખ વસાવાએ 3,34,214ની જંગી લીડથી જીતી હતી. તેમને 6,37,795 મત મળ્યા હતા. આ બેઠક પર ગત વખતે 73.55 ટકા મતદાન થયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news