વડોદરાના ભુવાનો દાવો, તેમનો જાપ કરેલો દોરો પહેરવાથી કોરોના ભાગી જશે

હવે દેશ દુનિયામાં કોરોનાના નામે અંધશ્રદ્ધા વ્યાપી રહી છે. આવામાં લોકો તેમાં ભેરવાઈ ન જાય તે જરૂરી છે. ત્યારે વડોદરામાં કોરોના નામે અંધશ્રદ્ધાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વડોદરામાં કાલુપુરા મેઈન રોડ પર આવેલા ભાથુજી મહારાજના મંદિરના ભુવા હસમુખ બારોટનો વીડિયો સામે આવ્યો છે. પાલિકાના અતિથિગૃહના કમ્પાઉન્ડમાં ભાથીજી મહારાજનું મંદિર  આવેલું છે. ત્યારે આ મંદિરના ભુવા લોકોને કહી રહ્યાં છે કે, તેમનો જાપ કરેલ દોરો પહેરવાથી કોરોના ભાગી જશે તેવો કરે છે. આવો દાવો ભુવા હસમુખ બારોટ દ્વારા કરવામાં આવ્યો છે. સંત જ્યોતિરનાથ મહારાજે આ ભુવાના દાવા પાયાવિહોણા ગણાવ્યા છે. તેમજ ભુવા પર અંધશ્રદ્ધા ફેલાવવા બદલ પોલીસ કેસ કરવાની કરી માંગ કરી છે. આ ઉપરાંત ભુવાનું ધતિંગ તાત્કાલિક બંધ કરવા પણ માંગ કરી છે. 
વડોદરાના ભુવાનો દાવો, તેમનો જાપ કરેલો દોરો પહેરવાથી કોરોના ભાગી જશે

રવિ અગ્રવાલ/વડોદરા :હવે દેશ દુનિયામાં કોરોનાના નામે અંધશ્રદ્ધા વ્યાપી રહી છે. આવામાં લોકો તેમાં ભેરવાઈ ન જાય તે જરૂરી છે. ત્યારે વડોદરામાં કોરોના નામે અંધશ્રદ્ધાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વડોદરામાં કાલુપુરા મેઈન રોડ પર આવેલા ભાથુજી મહારાજના મંદિરના ભુવા હસમુખ બારોટનો વીડિયો સામે આવ્યો છે. પાલિકાના અતિથિગૃહના કમ્પાઉન્ડમાં ભાથીજી મહારાજનું મંદિર  આવેલું છે. ત્યારે આ મંદિરના ભુવા લોકોને કહી રહ્યાં છે કે, તેમનો જાપ કરેલ દોરો પહેરવાથી કોરોના ભાગી જશે તેવો કરે છે. આવો દાવો ભુવા હસમુખ બારોટ દ્વારા કરવામાં આવ્યો છે. સંત જ્યોતિરનાથ મહારાજે આ ભુવાના દાવા પાયાવિહોણા ગણાવ્યા છે. તેમજ ભુવા પર અંધશ્રદ્ધા ફેલાવવા બદલ પોલીસ કેસ કરવાની કરી માંગ કરી છે. આ ઉપરાંત ભુવાનું ધતિંગ તાત્કાલિક બંધ કરવા પણ માંગ કરી છે. 

પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલરૂમમાં પહોંચ્યો કોરોના, 10 કર્મીઓ પોઝિટિવ નીકળ્યા 

આવા દોરા સંક્રમણ વધારી શકે છે 
ભુવાના કહ્યા બાદ લોકો પણ તેમની પાસે એકઠા થયા હતા. જ્યોર્તિનાથ મહારાજે આ વિશે જણાવ્યું કે, આ દાવો પાયાવિહોણો છે. વિજ્ઞાનમાં પણ કોરોનાની મહામારી દૂર કરવાના  ઉપયોગ હજી મળ્યા નથી. ત્યારે આવા ચમત્કારની વાત કરીને લોકોની શ્રદ્ધા સાથે ચેડા કરવા યોગ્ય નથી. ભુવા દ્વારા અપાતા આવા દોરા કોરોનાનું સંક્રમણ પણ વધારી શકે છે. 

વડોદરામાં આજે 34 નવા કેસ 
વડોદરામાં કોરોનાના આજે નવા 34 પોઝિટિવ કેસ આવ્યા છે. આ સાથે વડોદરામાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 825 થઈ ગઈ છે. કોરોનાથી આજે વધુ 15 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યારસુધી કુલ 492 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે. તો અત્યાર સુધી શહેરમાં કુલ 38 દર્દીના મોત નિપજ્યા છે. 

વડોદરા ભાજપના મહિલા ધારાસભ્ય મનીષા વકીલે આજે હવન કરાવ્યો હતો. કોરોના વોરિયર્સ ડોકટર, પોલીસ, ફાયર બ્રિગેડ અને સફાઈ કર્મીઓના સ્વાસ્થય માટે તેઓએ હવન કરાવ્યો હતો. હરણી સ્થિત ભીડ ભંજન હનુમાનજીના મંદિરમાં તેઓએ હવન કરાવ્યો હતો. તો સાથે જ મંદિરની બહાર કોરોના વોરિયર્સ પર ગુલાબના ફૂલોનો વરસાદ કરી સન્માન કર્યું હતું. તબીબોનું ગોત્રી હોસ્પિટલમાં જઈ સન્માન કર્યું. તેમજ કોરોના વોરિયર્સને મીઠાઈ બોક્સનું પણ વિતરણ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news