વડોદરા: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે બે પ્રકારની ફી વસુલતા વાલીઓનો વિરોધ

વડોદરાના સમાં વિસ્તારમાં આવેલ વિદ્યાની શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી બે પ્રકારની ફી વસુલવાના માળખાને લઈને આજે વાલીઓએ શાળા ખાતે હોબાળો મચાવ્યો હતો. અલબત્ત આ શાળાના વાલી મંડળને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ટેકો મળ્યો હતો અને વાલી મંડળના પ્રતિનિધિઓએ શાળા સંચાલકને ફી મુદ્દે રજુઆત કરી હતી.
 

વડોદરા: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે બે પ્રકારની ફી વસુલતા વાલીઓનો વિરોધ

તૃષાર પટેલ/વડોદરા: વડોદરાના સમાં વિસ્તારમાં આવેલ વિદ્યાની શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી બે પ્રકારની ફી વસુલવાના માળખાને લઈને આજે વાલીઓએ શાળા ખાતે હોબાળો મચાવ્યો હતો. અલબત્ત આ શાળાના વાલી મંડળને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ટેકો મળ્યો હતો અને વાલી મંડળના પ્રતિનિધિઓએ શાળા સંચાલકને ફી મુદ્દે રજુઆત કરી હતી.

વર્ષ 2019નું નવું શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. શહેરની અનેક શાળાઓમાં બાળકોની કિકિયારીઓથી શાળા સંકુલ કાર્યરત બનશે ત્યારે વડોદરાના સમા વિસ્તારમાં આવે વિદ્યાની શાળામાં બાળકોના અભ્યાસની બે પ્રકારની ફીનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. તેને લઇને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. એફઆરસીના નિયમ પ્રમાણેની ફી તેમજ શાળા મેનેજમેન્ટ દ્વારા નક્કી કરાયેલ નિયતથી એમ બે પ્રકારની ફીનું માળખું સારા સંચાલકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 

આ માળખાને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સુધીને પહોંચાડીને બે માળખા પૈકી કોઈ એક માળખામાં ફી ભરવા માટેનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે બે પ્રકારની ફીના મુદ્દે વાલીઓમાં અસમંજસની સ્થિતિ નિર્માણ થઈ હતી. વાલીઓ દ્વારા શાળા સંચાલકોનેએ એફ.આર.સી મુજબ ફી લેવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. વાલીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ પણ શાળા સંચાલકો દ્વારા આ બાબતે યોગ્ય નિરાકરણ નહીં આવતા આજે મોટી સંખ્યામાં વાલીઓ શાળા સંકુલની સામે આવેલ પાલિકાના પ્લોટ ખાતે મળ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.

ફીમાં વધારો કરતા વડોદરાની એમ.એસ યુનિવર્સીટી ફરી એકવાર આવી વિવાદમાં

વાલીઓની રજુઆત સાંભળવા માટે સંચાલક તૈયાર નહિ થતા વાલીઓ રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો.આખરે સ્થળ પર મીડિયા પહોંચતા શાળા સંચાલકોનું વલણ નરમ પડ્યું હતું. અને વાલી મંડળ તરફથી પાંચ જેટલા વાલી પ્રતિનિધિઓને મળવા માટેનો સમય આપ્યો હતો. અલબત્ત સંચાલક સાથેની મીટીંગ બાદ પણ બે વિકલ્પની ફીની બાબતે કોઈ નિરાકરણ આવ્યું ન હતું.

રેઈન વોટર હારવેસ્ટીંગ સિસ્ટમ લગાવી નવસારીના સાંસદનો અનોખો અભિગમ, વધશે જળસ્તર

વડોદરાની વિવિધ શાળાઓ અને મનમાની સામે છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવતા વડોદરા ફ્રેન્ડ એસોસિયેશનને જ્યારે આ મામલે ખબર પડી ત્યારે તેઓએ પણ ધ્યાનની સ્કૂલના વાલી મંડળનું સંપર્ક કર્યો હતો અને બનતી મદદ અને માર્ગદર્શન આપવાનું ખાતરી આપી હતી. આજે ભેગા થયેલા શાળાના વાલી મંડળ સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશનના સભ્યો પણ જોડાયા હતા અને તેઓએ પણ શાળા સંચાલકોની મનમાનીનો વિરોધ કર્યો હતો.

વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના હોદ્દેદારે જણાવ્યું હતું કે, એક જ શાળામાં બે પ્રકારની ફી કેવી રીતે માંગી શકાય. આ પ્રકારની કામગીરીને લઇને શાળામાં અભ્યાસ કરતા બાળકો ઉપર તેની માનસિક અસર ખૂબ ખરાબ થતી હોય છે. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વિદ્યાની શાળાના સંચાલકોની મનમાની સામે એફ.આર.સી મુજબની ફી ભરવા અંગેના ફોર્મની વિગતો ભરાવી ડી.ઇ.ઓ કચેરીમાં રજુઆત કરવાની કામગીરી હાથે ધરી હતી. જો આવનારા સમયમાં શાળા સંચાલકો દ્વારા આ મુદ્દે જરૂરી કાર્યવાહી નહિ કરવામાં આવે તો ડી.ઇ.ઓ કચેરી,રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને વડાપ્રધાન કાર્યાલય સુધી રજુઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news