Management News

તૂટી ગયેલા ભાવનગરના પુલના નિર્માણમાં તંત્રની આળસ ભારે પડી શકે છે, હવે તો આળખ ખંખેરો.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા ગામ નજીકની બગડ નદી પરનો પુલ ગત તા. 14 નવેમ્બરના રોજ તૂટી પડ્યો હતો. આ પુલ તૂટી પડ્યાના આજે 6 માસ કરતા વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી આ પુલના નિર્માણનું કોઈ જ કાર્ય હાથ ધરવામાં નથી આવ્યું. જ્યારે ચોમાસું માથે દસ્તક દઈ રહ્યું છે ત્યારે નદીના પટમાંથી કાઢવામાં આવેલા ડાઈવર્ઝનને હવે ઉચું બનાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ ભૂતકાળમાં બનેલી અનેક ઘટનાઓ પરથી બોધપાઠ લેવાને બદલે તંત્રએ જે આળસ કરી છે, એ કદાચ ચોમાસામાં ભારે પડી શકે એમ છે. આ નદીમાં ચોમાસામાં આવતા ભારે પૂરમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ લોકો પૂછી રહ્યા છે.
Jun 4,2022, 16:02 PM IST

Trending news