વડોદરા: કારેલીબાગ પોસ્ટ ઓફીસમાં વરસાદના પાણી ભરાયા,અનેક ડોક્યુમેન્ટ્સ પલળી ગયા

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ સામે આવેલી પોસ્ટ ઓફીસમાં વરસાદનાં પાણી ભરાતા ટપાલો, અગત્યના દસ્તાવેજો અને કોમ્પ્યુટર સહિતની તમામ સામગ્રી પાણીમાં પલળી ગઇ હતી. જેના કારણે પોસ્ટ વિભાગને નુકસાની અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. 
વડોદરા: કારેલીબાગ પોસ્ટ ઓફીસમાં વરસાદના પાણી ભરાયા,અનેક ડોક્યુમેન્ટ્સ પલળી ગયા

વડોદરા : વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ સામે આવેલી પોસ્ટ ઓફીસમાં વરસાદનાં પાણી ભરાતા ટપાલો, અગત્યના દસ્તાવેજો અને કોમ્પ્યુટર સહિતની તમામ સામગ્રી પાણીમાં પલળી ગઇ હતી. જેના કારણે પોસ્ટ વિભાગને નુકસાની અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. 

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ થોડા સમય પહેલા મેન્ટલ હોસ્પિટલની સામે આવી હતી. જો કે આ પોસ્ટ ઓફિસને કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની સામે આવેલા ભોંયરામાં શિફ્ટ કરવામાં આવી હતી. જ્યાં પહેલેથી જ પાણી ભરાવાની શક્યતા હતી. ત્યારે સવાલ એ થાય છે કે, પોસ્ટ ઓફિસનું આ મકાન ભાડે લેવામાં આવ્યું, ત્યારે કેમ કોઇ વિચાર કરવામાં આવ્યો નહી અને ભોયરામાં પો્ટ ઓફિસ લેવી પડી.

સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, અવિરત વરસાદને કારણે પોસ્ટ ઓફિસમાં પાણી ભરાઇ ગયા છે. જેથી જરૂરી દસ્તાવેજો અને કોમ્પ્યુટર્સ સહિતનો સામાન પલળી ગયો છે. ગ્રાહકો પોસ્ટ ઓફિસમાં કામે આવે છે. પણ તેઓ ધક્કો ખાઇને ઘરે પરત જઇ રહ્યા છે. પણ કોઇ જવાબ આપવાવાળું નથી. અહીંથી પોસ્ટ ઓફિસ અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવે તેવી અમારી માંગ છે. 

ઉલ્લેખનીય છે કે, પોસ્ટ ઓફિસમાં કામ કરતા અન્ય કર્મચારીઓએ અગાઉ જાણ કરી હતી કે જો ઓફીસને ભોંયરામાં શિફ્ટ કરવામાં આવશે તો વરસાદી પાણી ભરાશે પરંતુ કોઇ લાગતા વળગતા વ્યક્તિને ફાયદો કરાવવા સત્તાધિશોએ તાબડતોબ પોસ્ટ ઓફીસને શિફ્ટ કરી નાખી હતી. જેનું પરિણામ કર્મચારીઓ અને લોકોને ભોગવવાનો વારો આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news