ડેબિટ કાર્ડ ભૂલી ગયા તો પણ ATM માંથી નિકાળી શકશો કેશ, જાણો Trick

ATM પહોંચતાં પર જો તમને એ ખબર પડે કે ATM ડેબિટ કાર્ડ લાવવાનું ભૂલી ગયા, તો નિરાશ થવાની જરૂર નથી. ડેબિટ કાર્ડ ન હોવાછતાં તમે ATM માંથી કેશ કાઢી શકો છો. જોકે ઘણી બેંકે ATM પર કાર્ડલેસ કેશ વિડ્રોંલ (Card-less Cash Withdrawal) ની શરૂઆત કરી છે.

ડેબિટ કાર્ડ ભૂલી ગયા તો પણ ATM માંથી નિકાળી શકશો કેશ, જાણો Trick

નવી દિલ્હી: ATM પહોંચતાં પર જો તમને એ ખબર પડે કે ATM ડેબિટ કાર્ડ લાવવાનું ભૂલી ગયા, તો નિરાશ થવાની જરૂર નથી. ડેબિટ કાર્ડ ન હોવાછતાં તમે ATM માંથી કેશ કાઢી શકો છો. જોકે ઘણી બેંકે ATM પર કાર્ડલેસ કેશ વિડ્રોંલ (Card-less Cash Withdrawal) ની શરૂઆત કરી છે. આ સુવિધા દ્વારા ATM ડેબિટ કાર્ડ વિના કેશ કાઢી શકાશે. તમને જણાવી દઇએ કે આ સર્વિસ કેવી રીતે કામ કરે છે અને તેનો ઉપયોગ કેટલો સરળ અને સુરક્ષિત છે. 

ATM ડેબિટ કાર્ડ વિના કેવી રીતે નિકાળશો પૈસા
1. સૌથી પહેલાં તમે એ જાણી લો કે તમારી બેંક આ કાર્ડલેસ સુવિધા આપી રહી છે કે નહી. 
2. જો તમારી બેંક આ સુવિધા આપે છે તો તેની એપ ડાઉનલોડ કરો. 
3. જો તમે SBI ના ગ્રાહક છો તો YONO એપ ડાઉનલોડ કરો.
4. ‘YONO cash option’ માં જાવ, પછી ‘cash on mobile’ વિકલ્પને ક્લિક કરો.
5. Bank of Baroda ના ગ્રાહક છો તો BOB MConnect plus એપ ડાઉનલોડ કરો.
6. પછી ‘card-less cash withdrawal’ પર ક્લિક કરો. 
7. જો ICICI Bank ના ગ્રાહક છો તો iMobile એપ ડાઉનલોડ કરો
8. પછી ‘card-less cash withdrawal’ ને ક્લિક કરો.
9. ત્યારબાદ જેટલી કેશ ઉપાડવા માંગો છો તેને ભરો.
10. ટ્રાંજેક્શનને OK કરો, પછી બેકિંગ એપનો PIN નાખો.
11. બેંક એપ OTP તમને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલશે, જે નક્કી સમય માટે હશે.
12. ત્યારબાદ તમે પોતાના બેંકના ATM પાસે જાવ.
13. તેમાં ‘card-less cash withdrawal' વિકલ્પ સિલેક્ટ કરો. 
14. તમારો મોબાઇલ નંબર નાખો. OTP નાખો જે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર રિસીવ થયો છે. 
15. એટલી જ કેશ એમાઉન્ટ નાખો જે તમે એપમાં ભર્યા હતા, ટ્રાંજેક્શન પુરૂ થયું.

કાર્ડલેસ ATMના ફાયદા
તેનો સૌથી મોટો ફાયદો એ છે કે ડેબિટ કાર્ડ સાથે રાખવાની જરૂર નથી. તેનાથી ATM ફ્રોડ, ATM ક્લોનિંગનો ખતરો ઓછો થઇ જાય છે. યાદ રાખો કે કાર્ડલેસ કેશની આ સુવિધા ફક્ત તમારી બેંકના ATM પર જ મળશે. કોઇ બીજી બેંકના ATM પરથી આ સુવિધાનો લાભ ઉઠાવી શકશો નહી. એટલે કે SBI ના ગ્રાહક આ સુવિધા ICICI બેંકના ATM માંથી લઇ શકશે નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news