ગુજરાત પર કુદરત રૂઠી? કમોસમી વરસાદથી સરકાર વગર આંસુએ રડવું પડે તેવી સ્થિતિ

ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. પહેલાથી જ બેવડી ઋતુના કારણે પરેશાન ગુજરાતીઓને હવે ત્રીજી ઋતુનો સામનો કરવાનો આવ્યો છે. પહેલા સવારે અને સાંજે ઠંડી લાગતી હતી જ્યારે દિવસ દરમિયાન ગરમી લાગતી હતી. તેવામાં હવે વાતાવરણમાં પલટો આવતા ગુજરાતના અનેક વિસ્તારોમાં ધમધોકાર વરસાદ પણ પડ્યો હતો. જેના કારણે અનેક ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓનો માલ પલળી ગયો હતો. ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ થઇ હતી. તો સામાન્ય નાગરિકો પહેલાથી જ રોગચાળાથી પરેશાન છે તેવામાં ત્રેવડી ઋતુના કારણે કોરોનાનો ભરડો વધારે મજબુત થાય તેવી આશંકા સરકાર સેવી રહી છે. 
ગુજરાત પર કુદરત રૂઠી? કમોસમી વરસાદથી સરકાર વગર આંસુએ રડવું પડે તેવી સ્થિતિ

ગાંધીનગર : ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. પહેલાથી જ બેવડી ઋતુના કારણે પરેશાન ગુજરાતીઓને હવે ત્રીજી ઋતુનો સામનો કરવાનો આવ્યો છે. પહેલા સવારે અને સાંજે ઠંડી લાગતી હતી જ્યારે દિવસ દરમિયાન ગરમી લાગતી હતી. તેવામાં હવે વાતાવરણમાં પલટો આવતા ગુજરાતના અનેક વિસ્તારોમાં ધમધોકાર વરસાદ પણ પડ્યો હતો. જેના કારણે અનેક ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓનો માલ પલળી ગયો હતો. ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ થઇ હતી. તો સામાન્ય નાગરિકો પહેલાથી જ રોગચાળાથી પરેશાન છે તેવામાં ત્રેવડી ઋતુના કારણે કોરોનાનો ભરડો વધારે મજબુત થાય તેવી આશંકા સરકાર સેવી રહી છે. 

અમરેલીમાં વરસાદ
અમરેલી જિલ્લામાં ભર શિયાલે વરસાદી માહોલ સર્જાયો હતો. સમગ્ર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ હતું. ધારી ગીર કાંઠાના ગામોમાં કમોસમી વરસાદ થયો હતો. દલખાણીયા,કાંગસા,ચાચાઇ,આંબાગાળા,મીઠાપુર સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ધારી શહેરમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તાર કુબડા, ગોવિંદપુર, દલખાણીયા, માલસીકા, બોરડી સહિતના ગામમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. સુરત ગ્રામ્યમાં બીજા દિવસે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે કમોસમી વરસાદના પગલે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગોનો વરસાદે મઝા બગાડી હતી. ગઈ કાલે બપોર બાદ શરૂ થયો હતો વરસાદ અને આજે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. 

સુરતના વાતાવરણમાં આવ્યો પલટો
ગુજરાતના વાતાવરણમાં આવેલો પલટો ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સુરતના વરાછા, કતારગામ, વેડ રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના કતારગામમાં એટલો વરસાદ ખાબક્યો હતો કે, ધનમોરા ચાર રસ્તા પાસે પાણી ભરાયું હતું. એકવાર વરસાદ અટક્યા બાદ ફરી એક વખત વરસાદ શરૂ થયો હતો. ભારે કડાકા ભડાકા સાથે શરૂ થયો વરસાદ પડી રહ્યો હતો. 

અંબાજી પંથક મા ભારે કમોસમી વરસાદ
અંબાજી પંથક મા ભારે કમોસમી વરસાદ પડ્યો હતો. બજારોમા ચોમાસા જેવી નદીઓ વહેતી થઇ હતી. બજારોમાં પાણી ભરાયા હતા. હા઼ઈવે માર્ગ ઉપર પાણી ભરાયા હતા. વાહનોને અવરજવરમાં મુશ્કેલીઓ પડી રહી હતી. ઠંડીના પ્રમાણમાં વધારો થશે. અંબાજી પંથકમા સતત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો હતો. વાહનોએ ધોળા દિવસે લાઈટો ચાલુ કરી વાહન હંકાર્યા હતા. હજી વરસાદ વધુ વરસે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. 

વલસાડ માં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
વલસાડ માં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી. ભારે વરસાદના કારણે શહેરના દાણા બજાર સહિત છીપવાડ અંદર પાસ તથા મોગરવાડી અંદર પાસમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે શહેરના બને અંડર પાસ બંધ કરવા પડ્યા હતા. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સવારે ભર તડકા બાદ બપોરના સમયે અચાનક વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો હતો. વાદળછવાયા વાતાવરણ વચ્ચે વાપી, પારડી, વલસાડ, ઉમરગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે કેટલાક માર્ગો ઉપર પાણી ભરાયા હતા. લોકોને ભારે હાલાકી પડી રહી છે. 

વાપીમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
વાપીમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. વલસાડ જિલ્લાના વાપીમાં બીજા દિવસે પણ મેઘ સવારી આવી પહોંચી હતી. વાપી તેમજ આજુબાજુ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગાજવીજ સાથે પવન ફૂંકાયો વાપી વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, હવામાન ખાતા દ્વારા અગાઉ જ વલસાડ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news