વધશે ભારતની આકાશી તાકાત, પીએમ મોદીએ ઝાંસીમાં વાયુસેનાને સોપ્યા લાઇટ કોમ્બૈટ હેલિકોપ્ટર

Narendra Modi UP Visit: પીએમ મોદી આજે ત્રિદિવસીય યૂપીના પ્રવાસે છે. પહેલાં મહોબામાં પીએમએ અર્જુન સહાયક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. હવે તે ઝાંસી પહોંચ્યા છે. 

વધશે ભારતની આકાશી તાકાત, પીએમ મોદીએ ઝાંસીમાં વાયુસેનાને સોપ્યા લાઇટ કોમ્બૈટ હેલિકોપ્ટર

ઝાંસી: Narendra Modi UP Visit: પીએમ મોદી આજે ત્રિદિવસીય યૂપીના પ્રવાસે છે. પહેલાં મહોબામાં પીએમએ અર્જુન સહાયક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. હવે તે ઝાંસી પહોંચ્યા છે. 

ચંદેલોં-બુંદેલોંને મારા નમન: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, હૂં નમન કરું છું આ ધરતી પરથી ભારતીય શૌર્ય અને સંસ્કૃતિની અમર ગાથાઓ લખનાર ચંદેલોં-બુંદેલોંને, જેમણે ભારતની વીરતાના ગાથા રચી. હું નમન કરું છું બુંદેલખંડના ગૌરવ તે વીર આલ્હા-ઉદલ ને, જે આજે પણ માતૃ-ભૂમિની રક્ષા માટે ત્યાગ અને બલિદાનના પ્રતિક છે.

નવું સશક્ત અને સામર્થ્યશાળી ભારત આકાર લઇ રહ્યું છે: PM મોદી
રાષ્ટ્રરક્ષા સમર્પણ પર્વ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાંસીમાં અટલ એકતા પાર્ક તથા વિભિન્ન યોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ કહ્યું કે આજે તો શૈર્ય અને પરાક્રમની પરાકાષ્ઠા આપણી રાણી લક્ષ્મીબાઇજીની જન્મજયંતિ છે. આજે ઝાંસીની આ ધરતી આઝાદીના ભવ્ય અમૃત મહોત્સવની સાક્ષી બની રહી છે અને આજે આ ધરતી પર એક નવું સશક્ત અને સામર્થ્યશાળી ભારત આકાર લઇ રહ્યું છે.
 

— Narendra Modi (@narendramodi) November 19, 2021

 

તેમણે કહ્યું કે 'રાણી લક્ષ્મીબાઇ પાસે જો અંગ્રેજોના બરાબર સંસાધન અને આધુનિક હથિયાર હોત, તો દેશની આઝાદીનો ઇતિહાસ કદાચ કંઇક અલગ હોત. આપણી સરકારે સૈનિક સ્કૂલોમાં પુત્રીઓના એડમિશનની શરૂઆત કરી ચે. 33 સૈનિક સ્કૂલોમાં આ સત્રથી ગર્લ્સ સ્ટૂડેન્ટ્સના એડમિશન શરૂ પણ થઇ ગયા છે. સૈનિક સ્કૂલોમાંથી રાણી લક્ષ્મીબાઇ જેવી પુત્રીઓ પણ નિકળશે, જે દેશની રક્ષા-સુરક્ષા, વિકાસને જવાબદારી પોતાના ખભા પર ઉઠાવશે.  

પીએમ મોદીએ કહ્યું 'આજે એક તરફ આપણી સેનાઓની તાકાત વધી રહી છે, તો સાથે જ ભવિષ્યમાં દેશની રક્ષા માટે સક્ષમ યુવાનો માટે જમીન પણ તૈયાર થઇ રહી છે. આ 100 સૈનિક સ્કૂલ જેની શરૂઆત થશે, આ આગામી સમયમાં દેશના ભવિષ્યની તાકાતવર હાથોમાં આપવાનું કામ કરશે. હું ઝાંસીના વધુ એક સપૂત મેજર ધ્યાનચંદજીનું પણ સ્મરણ કરવા માંગીશ, જેમણે ભારતના રમત જગતને દુનિયામાં ઓળખ અપાવી છે. અત્યારે થોડા સમય પહેલાં જ અમારી સરકારે દેશના ખેલરત્ન એવોર્ડ્સને મેજર ધ્યાનચંદજીને નામે રાખવાની જાહેરાત કરી છે. 

થલસેનાને સોંપ્યા ડ્રોન
રક્ષા સમર્પણ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ થલ સેનાને ડ્રોન પણ સોપ્યા છે. એલસીએચ દુનિયાનું સૌથી હલકું હેલિકોપ્ટર છે. 

 

હવે ભારતની ગણતરી દુનિયાના ટોપ 25 નિકાસકારોમાં: રક્ષામંત્રી
તેમણે કહ્યું કે રક્ષામંત્રાલય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' ના સંકલ્પને પુરો કરવા માટે સતત મિશન મોડમાં કામ કરી રહ્યા છે. એક સમયમાં દેશમાં 65 થી 70 ટકા રક્ષા સામગ્રી બહારથી આયાત થઇ રહી હતી. આજે તસવીર બદલાઇ રહી છે અને હમ 65 ટકા રક્ષા સામાન ભારત પાસેથી જ ખરીદી રહ્યા છીએ. એક સમય હતો, જ્યારે ભારતની દુનિયાભરમાં ગણતરી સૌથી મોટા રક્ષા સામાનોના આયાતકાર દેશોમાં થતી હતી. હવે ભારતની ગણતરી દુનિયાના ટોપ 25 નિકાસકારોમાં થઇ રહી છે. પ્રધાનમંત્રી આપણી સમક્ષ 2024-25 સુધી પાંચ બિલિયન ડોલરનો ટાર્ગેટ મુક્યો છે. આપણે આ લક્ષ્યને પણ પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news