કમોસમી વરસાદે માત્ર ખેડૂતો જ નહિ, આ લોકોને પણ લાલ આસુંએ રડાવ્યા

Unseasonal Rain Effect : બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલ કમોસમી વરસાદથી ખેડૂતોની સાથે કુંભારની પણ હાલત વિકટ બની છે...ગઢડા તાલુકાના ગઢડા, ઉગામેડી, વનાળી, નિંગાળા, જલાલપુર, ચિરોડા, ધુરુફણીયા સહિતના ગામોમાં 100 જેટલા ઈંટોના ભઠ્ઠા આવેલા છે....આ ભઠ્ઠામાં રાખેલી કાચી ઈંટો પલળી ગઈ હતી...જેના કારણે એક ભઠ્ઠામાં અંદાજિત ત્રણ લાખ જેટલું નુકસાન થયું છે...કાચી ઈંટો વરસાદને કારણે ઓગળીને ફરી માટી બની ગઈ છે...ત્યારે ઈંટો પકવતા વેપારીઓએ સરકાર પાસે સહાયની માગ કરી છે...

કમોસમી વરસાદે માત્ર ખેડૂતો જ નહિ, આ લોકોને પણ લાલ આસુંએ રડાવ્યા

Botad News રઘુવીર મકવાણા/બોટાદ : બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલ કમોસમી વરસાદ થી ઈંટોના ભઠ્ઠા પર વ્યાપક નુકસાન થયું છે. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલ કમોસમી વરસાદ થી ગઢડા, ઉગામેડી, વનાળી, નિંગાળા, જલાલપુર, ચિરોડા, ધુરુફણીયા સહિતના ગામોમાં ૧૦૦ જેટલા ઈંટોના ભઠ્ઠા આવેલા છે જેમાં ઉગામેડી ગામે એકજ ઈંટોના ભઠ્ઠા મા એક લાખ જેટલી કાચી ઈંટો પળલી ગઈ છે જેમાં અંદાજીત એક જ ભઠ્ઠા માં ત્રણ લાખ જેટલું નુકશાન થયું છે. ગઢડા તાલુકાના મોટાભાગના ઈંટોના ભઠ્ઠા મા કાચી ઈંટો પાણીમાં ઓગળી ગઈ છે અને ઈંટો પકવતા લોકોને લાખો રૂપિયા નુ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ઈંટો પકવતા લોકો હવે સરકાર પર મીટ માંડીને બેઠા છે. જો સરકાર દ્વારા કઈક મદદ કરે તો ઈંટોના વ્યવસાય કરતા લોકો ફરી પગભર થઈ શકે તેમ છે. ઈટોના ભઠ્ઠા માં અંદાજીત 10 થી 15 લાખનું રોકાણ કરેલું છે અને 25 જેટલા મજૂરો લેબર કામ કરી રહ્યા છે અને પોતાની રોજીરોટી મેળવી રહ્યા છે અને હાલ અત્યારે એક લાખ જેટલી કાચી ઈંટો પલળી ગયેલ છે જેમાં અંદાજીત 3 લાખ જેટલું નુકશાન થયું છે

બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેથી ખેતીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે સાથે સાથે ઈંટોના ભઠ્ઠા મા પણ લાખો રૂપિયાનુ નુકસાન થવા પામ્યું છે.

જિલ્લાના ગઢડા તાલુકાની કે અહિ છેલ્લા ત્રણ દિવસથી દરરોજ સાંજના સમયે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડે છે જેના કારણે ખેતીમાં તો વ્યાપક પ્રમાણમાં નુકસાની સામે આવી છે. સાથે ઈંટોના ભઠ્ઠા મા પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગઢડા શહેર મા ૮ ઈંટોના ભઠ્ઠા આવેલા છે તેમજ તાલુકાના ઉગામેડી, નિંગાળા, વનાળી, ચિરોડા, ધુરુફણીયા, જલાલપુર, માંડવધાર, ઝીંઝાવદર સહિતઆ વિસ્તારોમાં ૧૦૦ જેટલા ઈંટોના ભઠ્ઠા આવેલા છે અને લોકો ઈંટોના ધંધા સાથે સંકળાયેલા છે. જયારે છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડતા મોટા ભાગના ઈંટોના ભઠ્ઠામાં કાચી ઈંટો પાણીમાં ઓગળી ગઈ છે.

ગઢડા તાલુકાના ઉગામેડી ગામે એકજ ઈંટોના ભઠ્ઠા મા એક લાખ કાચી ઈંટો પાણીમાં પળલી ગઈ છે. જેમાં અંદાજીત ત્રણ લાખ જેટલું નુકશાન થયું છે. જયારે ઉગામેડી ગામમા અન્ય પાંચ ઈંટોના ભઠ્ઠા આવેલા છે અને તમામ ઈંટોના ભઠ્ઠા મા કાચી ઈંટો પળલી ગઈ છે. જેના કારણે ઈંટો પકવતા લોકોને લાખો રૂપિયા નુ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે અને ઈંટોના ભઠ્ઠાનો વ્યવસાય કરતા લોકો હાલ બેહાલ થયા છે ત્યારે ઈંટોનો વ્યવસાય કરતા લોકો હવે સરકાર પર મીટ માંડીને બેઠા છે અને સરકાર સહાય આપેતો ઈંટો પકવતા લોકો ફરી વાર પગભર થઈ શકે તેમ છે. જેથી સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી ઈંટોના વ્યવસાય કરતા લોકો માંગ કરી રહ્યા છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news