Disney માં મોટાપાયે છટણી યોજના, આગામી મહિને 4 હજાર કર્મચારીઓની થશે છટણી

વિશ્વભરમાં સુસ્ત અર્થવ્યવસ્થા વચ્ચે, આ કંપની તેના 4000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સંગઠનનું પુનર્ગઠન કરવા અને ખર્ચના બજેટને ઘટાડવા માટે કરવામાં આવી રહ્યું છે.

Disney માં મોટાપાયે છટણી યોજના, આગામી મહિને 4 હજાર કર્મચારીઓની થશે છટણી

Disney+ Hotstar: મનોરંજન ક્ષેત્રની દિગ્ગજ ડિઝનીની દુનિયામાં આવતા મહિને એપ્રિલમાં મોટા પાયે છટણી થઈ શકે છે. વિશ્વભરમાં સુસ્ત અર્થવ્યવસ્થા વચ્ચે, આ કંપની તેના 4000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સંગઠનનું પુનર્ગઠન કરવા અને ખર્ચના બજેટને ઘટાડવા માટે કરવામાં આવી રહ્યું છે.

બિઝનેસ ઇનસાઇડરે એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કંપનીએ તેના મેનેજરોને એપ્રિલમાં સૂચિત છટણી માટે ઉમેદવારોને ઓળખવા માટે પણ કહ્યું છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે છટણી નાની નાની બેચમાં કરવામાં આવશે કે તમામ 4,000 કર્મચારીઓને એક જ વારમાં કાઢી મૂકવામાં આવશે. અગાઉ 3 એપ્રિલે ડિઝનીની સૂચિત વાર્ષિક મીટિંગ પહેલા આયોજિત નોકરીમાં કાપની જાહેરાત કરવામાં આવી હતી.

ડિઝનીએ પુખ્ત વયના લોકો માટે સામાન્ય મનોરંજન માટેના કાર્યક્રમોમાં ઘટાડો કરવાની પણ જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની હુલુના ભવિષ્યને લઈને શું કરવું તે અંગે પણ ચર્ચા કરી રહી છે. હુલુ સ્ટ્રીમિંગ સેવા સામાન્ય-મનોરંજન શો દર્શાવે છે અને તે બે તૃતીયાંશ ડિઝની અને એક તૃતીયાંશ કોમકાસ્ટ કોર્પની માલિકીની છે.

અગાઉ, સીઇઓ બોબ ઇગરે ખર્ચ ઘટાડવા માટે ફેબ્રુઆરીમાં 7,000 કર્મચારીઓની છટણી કરવાની યોજનાની જાહેરાત કરી હતી. આ માટે, કોન્ટેટમાં કાપ મૂકવાની અને પેરોલને ઘટાડવાની વાત કરવામાં આવી હતી જેથી કરીને અબજો ડોલરની બચત થઈ શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news