ઊંઝા પેટા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસની 'આશા' ભાજપને ફળી !!

લોકસભા ચૂંટણી 2019 ની સાથે યોજાયેલી ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના માથેથી ઘાત ટળી હોય એવો માહોલ દેખાઇ રહ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશા પટેલ સામે પાર્ટીના જ માથાઓ ઉભા થતાં એમની જીતને લઇને વિવાદનો મધપૂડો છેડાયો હતો. જોકે પરિણામના શરૂઆતનો ટ્રેન્ડ જોતાં ભાજપનું કમળ ખીલતું દેખાઇ રહ્યું છે. સવારે સવા દસ વાગ્યા સુધી સામે આવેલા પરિણામ જોતાં ભાજપના ઉમેદવાર આશા પટેલ આગળ ચાલી રહ્યા છે. 

ઊંઝા પેટા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસની 'આશા' ભાજપને ફળી !!

ઊંઝા: લોકસભા ચૂંટણી 2019 ની સાથે યોજાયેલી ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના માથેથી ઘાત ટળી હોય એવો માહોલ દેખાઇ રહ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશા પટેલ સામે પાર્ટીના જ માથાઓ ઉભા થતાં એમની જીતને લઇને વિવાદનો મધપૂડો છેડાયો હતો. જોકે પરિણામના શરૂઆતનો ટ્રેન્ડ જોતાં ભાજપનું કમળ ખીલતું દેખાઇ રહ્યું છે. સવારે સવા દસ વાગ્યા સુધી સામે આવેલા પરિણામ જોતાં ભાજપના ઉમેદવાર આશા પટેલ આગળ ચાલી રહ્યા છે. 

લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાંથી રાજીનામું આપી કોંગી ધારાસભ્ય ડો. આશા પટેલ ભાજપમાં જોડાયા હતા. જેને લીધે ખાલી પડેલી ઊંઝા બેઠક માટે લોકસભા ચૂંટણીની સાથે પેટા ચૂંટણી યોજાઇ છે. ભાજપ દ્વારા આશા પટેલ પર ઉમેદવારીનો કળશ ઢોળાયો હતો. જેને લઇને ભાજપમાં અસંતોષનો કકળાટ સામે આવ્યો હતો. એક સમયના ઊંઝા વિસ્તારના મોભી ગણાતા અને ભાજપના દિગ્ગજ નેતા નારાયણ પટેલ પણ આ મામલે પોતાની વ્યથા ઠાલવી ચૂક્યા હતા. જે જોતાં ઊંઝા બેઠક જીતવી ભાજપ માટે કપરી ગણાતી હતી. પરંતુ સામે આવી રહેલા પરિણામ જોતાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. 

બપોરે પોણા બે વાગ્યા સુધી મત ગણતરીના આંકડા

O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes
1 Dr. Ashaben Dwarkadas Patel BJP 8868 0 8868 47.9
2 Natvarji Babuji Thakor NCP 804 0 804 4.34
3 Patel Kantibhai Muljidas (kamu) INC 7856 0 7856 42.44
4 Jayantibhai Jivramdas Patel IND 92 0 92 0.5
5 Thakor Popatji Kantiji IND 36 0 36 0.19
6 Dadawala Hasanali Ismailbhai IND 13 0 13 0.07
7 Patel Kamleshbhai Shivram IND 49 0 49 0.26
8 Patel Bhavleshbhai Jashavantbhai IND 397 0 397 2.14
9 Patel Manubhai Sankarlal IND 45 0 45 0.24
10 Patel Hareshkumar Narottambhai (Advocate) IND 64 0 64 0.35
11 Rabari Babubhai Karashanbhai IND 81 0 81 0.44
12 NOTA NOTA 207 0 207 1.12
  Total   18512 0 18512  

સવારે સવા દસ વાગે ઊંઝા વિધાનસભા બેઠકનો પરિણામ ટ્રેન્ડ

O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes
1 Dr. Ashaben Dwarkadas Patel BJP 2348 0 2348 54.63
2 Natvarji Babuji Thakor NCP 135 0 135 3.14
3 Patel Kantibhai Muljidas (kamu) INC 1664 0 1664 38.72
4 Jayantibhai Jivramdas Patel IND 19 0 19 0.44
5 Thakor Popatji Kantiji IND 8 0 8 0.19
6 Dadawala Hasanali Ismailbhai IND 2 0 2 0.05
7 Patel Kamleshbhai Shivram IND 3 0 3 0.07
8 Patel Bhavleshbhai Jashavantbhai IND 44 0 44 1.02
9 Patel Manubhai Sankarlal IND 10 0 10 0.23
10 Patel Hareshkumar Narottambhai (Advocate) IND 15 0 15 0.35
11 Rabari Babubhai Karashanbhai IND 11 0 11 0.26
12 NOTA NOTA 39 0 39 0.91
  Total   4298 0 4298  

લોકસભા ચૂંટણી 2019 પરિણામ લાઇવ અપડેટ્સ : જાણવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝ જાણો, LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news