કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું મોટું નિવેદન, 'ભાજપ 150થી વધુ બેઠક સાથે ઐતિહાસિક જીત મેળવશે'

સોમનાથથી આ યાત્રાનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડા દ્વારા પ્રસ્થાન કરવામાં આવેલ છે. ત્યારબાદ જુદા જુદા જિલ્લાઓમાં કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રી અને ભાજપના આગેવાનો હોદ્દેદારોની હાજરીમાં આ યાત્રા લોકો સુધી પહોંચી રહી છે.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું મોટું નિવેદન, 'ભાજપ 150થી વધુ બેઠક સાથે ઐતિહાસિક જીત મેળવશે'

હિમાશું ભટ્ટ/મોરબી: આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે સમગ્ર ગુજરાતની અંદર ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે મોરબી જિલ્લાના મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં ગુજરાત ગૌરવ યાત્રા પહોંચી હતી અને ત્યારે કેન્દ્રીય મંત્રી ગોયેલ પણ તેની સાથે હતા અને લોકો દ્વારા ઠેર ઠેર ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં યોજનાર વિધાનસભાની ચૂંટણીમાં 150 પ્લસ બેઠકો સાથે ભાજપ વિજય પતાકા લહેરાવશે અને ગુજરાત દેશના વિકાસમાં ગ્રોથ એન્જિન બનશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને ગણતરીના દિવસોમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ત્યારે ગુજરાતના દરેક જિલ્લામાં લોકો સુધી પહોંચવા માટે થઈને ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથથી આ યાત્રાનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડા દ્વારા પ્રસ્થાન કરવામાં આવેલ છે. ત્યારબાદ જુદા જુદા જિલ્લાઓમાં કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રી અને ભાજપના આગેવાનો હોદ્દેદારોની હાજરીમાં આ યાત્રા લોકો સુધી પહોંચી રહી છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રા પહોંચી હતી અને ટંકારા, વાંકાનેર, મોરબી તેમજ હળવદ ખાતે રોડ શો અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા મોરબીના નહેરુગેટ ચોકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની સભા યોજાઈ હતી.

તેઓએ જનમેદનીને સંબોધી હતી. આવી જ રીતે વાંકાનેરના માર્કેટ ચોકમાં અને હળવદમાં પણ કેન્દ્રીય મંત્રીની સભા યોજાઇ હતી. ત્યારબાદ પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહિલે જણાવ્યું હતું કે, જે રીતનો લોકોમાં કરંટ જોવા મળી રહ્યો છે તે જોતાં આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 150 પ્લસ બેઠકો ઉપરથી ભાજપના કમળ ખીલી ઉઠશે અને ગુજરાતમાં ભાજપના વિજય પતાકા લહેરાશે અને આગામી સમયમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનશે તેવો પણ તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. 

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news