'તમે આ દેશના યુવાનોનું મન બગાડી રહ્યા છો', સુપ્રીમ કોર્ટે એકતા કપૂરને ફટકાર લગાવી, જાણો કેમ?

Ekta Kapoor Case: ત્રિપલ એક્સ વેબ સિરીઝમાં દેખાડવામાં આવેલા વિવાદાસ્પદ સીન્સને કારણે નિર્માતા એકતા કપૂરની મુશ્કેલી વધી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલાને લઈને એકતાને ફટકાર લગાવી છે. 

'તમે આ દેશના યુવાનોનું મન બગાડી રહ્યા છો', સુપ્રીમ કોર્ટે એકતા કપૂરને ફટકાર લગાવી, જાણો કેમ?

નવી દિલ્હીઃ Supreme Court On Ekta Kapoor : સુપ્રીમ કોર્ટે શુક્રવારે નિર્માતા એકતા કપૂરને વેબ સિરીઝ 'ત્રિપલ એક્સ'માં વિવાદાસ્પદ સીન્સને લઈને ફટકાર લગાવતા કહ્યું કે તે આ દેશની યુવા પેઢીના મગજને દૂષિત કરી રહી છે. સર્વોચ્ચ અદાલત કપૂર દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં તેના ઓટીટી પ્લેટફોર્મ અલ્ટ બાલાજી પર પ્રસારિત વેબ સિરીઝમાં સૈનિકોનું કથિત રૂપથી અપમાન કરવા અને તેના પરિવારની ભાવનાને આહત કરવા માટે તેની વિરુદ્ધ જારી ધરપકડ વોરંટને પડકારવામાં આવ્યું છે. 

વધી રહી છે એકતા કપૂરની મુશ્કેલી
ન્યાયમૂર્તિ અજય રસ્તોગી અને ન્યાયમૂર્તિ સીટી રવિ કુમારની પીઠે કહ્યું- કંઈક તો કરવું જોઈએ. તમે આ દેશની યુવા પેઢીના મગજને દૂષિત કરી રહ્યાં છો. તે બધા માટે ઉપલબ્ધ છે. ઓટીટી (ઓવર ધ પોટ) કન્ટેન્ટ બધા માટે ઉપલબ્ધ છે. તમે લોકોને ક્યા પ્રકારનો વિલક્પ આપી રહ્યાં છો? આ સિવાય તમે યુવાઓના મગજને પ્રદૂષિત કરી રહ્યાં છો. એકતા કપૂર તરફથી રજૂ વકીલ મુકુલ રોહતગીએ કહ્યુ કે પટના ઉચ્ચ ન્યાયાલય સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી છે, પરંતુ તેવી કોઈ આશા નથી કે મામલો જલદી સુનાવણી માટે લિસ્ટેડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સર્વોચ્ચ અદાલતે પહેલા પણ આ પ્રકારના મામલામાં કપૂરને સંરક્ષણ આપ્યું હતું. 

સુપ્રીમ કોર્ટે એકતાને લગાવી ફટકાર
અદાલતે પૂછ્યું કે લોકોને ક્યા પ્રકારનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. પીઠે કહ્યું- દર વખતે તમે જ્યારે આ અદાલતમાં આવો છો... અમે તેની પ્રશંસા નથી કરતા. અમે આ પ્રકારની અરજી દાખલ કરવા પર દંડ ફટકારીશું. રોહતગી મહેરબાની કરી તમારા ક્લાયન્સને જણાવો. માત્ર એટલા માટે કે તમે સારા વકીલની સેવા લઈ શકો છો. આ કોર્ટ તેની માટે નથી, જેની પાસે અવાજ છે. પીઠે કહ્યું- આ કોર્ટ તેની માટે કામ કરે છે, જેની પાસે અવાજ નથી. જે લોકો પાસે દરેક પ્રકારની સુવિધાઓ છે, જો તેને ન્યાય ન મળી શકે તો સામાન્ય લોકો વિશે વિચારો. અમે આદેશ જોયો છે અને અમારો વિરોધ છે. 

એકતા વિરુદ્ધ જાહેર થયું હતું વોરંટ
સર્વોચ્ચ કોર્ટે આ મામલાને પેન્ડિંગ રાખ્યો અને સૂચન આપ્યું કે ઉચ્ચ ન્યાયાલયમાં સુનાવણીની સ્થિતિ વિશે જાણવા માટે એક સ્થાનીક વકીલની સેવા લઈ શકાય છે. બિહારની બેગૂસરાયની એક કોર્ટે પૂર્વ સૈનિક શંભૂ કુમારની ફરિયાદ પર વોરંટ જાહેર કર્યું હતું. કુમારે 2020ની પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે થ્રી એક્સમાં એક સૈનિકની પત્ની સાથે જોડાયેલા ઘણા વિવાદાસ્પદ દ્રશ્યો દેખાડવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news