અમદાવાદમાં ફરી એકવાર ઘરની ગેલેરી ધરાશાયી, બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

અમદાવાદમાં આજે સવારે એક ફ્લેટની બાલ્કની ધારાશાઇ થઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિને સામન્ય ઈજાઓ પોહચી છે. અમદાવાદ મેમનગર ખાતે આવેલા જનકપુરી  ફ્લેટની બાલ્કની ધરાશાયી થતા બે લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા

અમદાવાદમાં ફરી એકવાર ઘરની ગેલેરી ધરાશાયી, બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

જાવેદ સૈયદ, અમદાવાદ: ફરી એકવખત અમદાવાદમાં ઘરની ગેલેરી પડવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં આજે સવારે એક ફ્લેટની બાલ્કની ધારાશાઇ થઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિને સામન્ય ઈજાઓ પોહચી છે. અમદાવાદ મેમનગર ખાતે આવેલા જનકપુરી  ફ્લેટની બાલ્કની ધરાશાયી થતા બે લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડની જાણ કરતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આજે સવારે અમદાવાદના મેમનગર પાસે આવેલા જનકપુર ફ્લેટમાં એક ગોજારી ઘટના સામે આવી હતી. મેમનગરના જનકપુરી ફ્લેટની બાલ્કનીની છત ધડાકાભેર તૂટી પડી હતી. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા હતા. જેમણે આસપાસના લોકોએ તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા.આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડની કરાતા તેઓ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news