સુરતમાં નજીવી બાબતે આધેડની કરાઇ હત્યા, બે આરોપીઓની ધરપકડ
લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં વેડરોડ જીલાની બ્રિજ નજીક ગઈ મોડી રાત્રે બાઇકનો વાયર બકરી ચાવી ગઈ હોવાની અદાવતમાં ઘાતક હથિયારો સાથે હુમલો કરી એક આધેડની હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે.
Trending Photos
ચેતન પટેલ, સુરત: લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં વેડરોડ જીલાની બ્રિજ નજીક ગઈ મોડી રાત્રે બાઇકનો વાયર બકરી ચાવી ગઈ હોવાની અદાવતમાં ઘાતક હથિયારો સાથે હુમલો કરી એક આધેડની હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી સમીર મંડવા આગાઉ બે વખત હત્યાની કોશિશ ગુનામાં, જુગાર સહિતના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. હાલમાં તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો છતાં તે પંડોલ સહિતના વિસ્તારમાં ફરીને દાદાગીરી કરતો હતો અને હત્યાને અંજામ આપ્યો હતો.
લાલગેટ વિસ્તારમાં આવેલ વેદ રોડ ખાતે ગુલામ મોહમ્મદ સેખ ઈરાની ટી-સ્ટોલ ચલાવતા હતા. ગત રોજ બપોરના સમય દરમ્યાન ટી સ્ટોલ પર આવેલા સમીર પઠાણ, અરશદ પઠાણ સહિત ત્રણ લોકો સાથે તેમણી અંગત અદાવતમાં બોલાચાલ થઈ હતી. જે બાદ સમી સાંજે ફરી ત્રણ ઈસમો ટી સ્ટોલ પર આવી ચઢ્યા હતા અને તીક્ષ્ણ હથિયાર વડે ઉપરાછાપરી ઘા ઝીંકી ગુલામભાઈને ગંભીર ઇજા પોહચાડી હતી. જ્યારે વચ્ચે છોડાવવા પડેલા અન્ય ત્રણ લોકો પર પણ હુમલો કરી દેતા ગંભીર રીતે ઘવાયા હતા.
ઘટના બાદ હુમલાખોરો ફરાર થઇ ગઈ હતા. જે બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગુલામભાઈને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ગુલામભાઈનું મોત નિપજ્યું હતું. વેડરોડ સ્થિત ઈરાની ટી સ્ટોલ પર બનેલી આ હત્યાની આ ઘટના બાદ આસપાસના વિસ્તારમા નાશભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણકારી મળતા લાલગેટ પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
આ ઘટનામાં ત્રણ લોકો અન્ય ઇજાગ્રસ્ત થયા છે, જેનોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધી પોલીસની જુદી જુદી ટિમો બનાવી આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી બે આરોપીને ઝડપી પડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ઇમ્પોર્ટડ બાઇકનો વાયર બકરી ચાવી ગઈ હતી. તે મામલે છેલ્લા ત્રણેક દિવસથી માથાકૂટ ચાલતી હતી.
દરમ્યાનમાં ગઈકાલે મોડી સાંજે જ્યારે શહેરમાં ગણપતિ વિસર્જન યાત્રા ચાલતી હતી. ત્યારે આરોપી સમીરખાન ઉર્ફે સમીર મંડવા અને શેખ મુનાફ શેખ જ્ઞાસુદ્દીનની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી સમીર મંડવા આગાઉ બે વખત હત્યાની કોશિશ ગુનામાં, જુગાર સહિતના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે, હાલમાં તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો છતાં તે પંડોલ સહિતના વિસ્તારમાં ફરીને દાદાગીરી કરતો હતો અને હત્યાને અંજામ આપ્યો હતો.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે