પાટીદાર દીકરીના કેસમાં આખરે બોલ્યા રૂપાલા, ‘પોલીસે સમગ્ર ઘટનામાં કરી ઉતાવળ’
Rupala's Statement In Rajkot On The Amreli Incident : પાટીદાર દીકરી પાયલ ગોટી સામે પોલીસની કાર્યવાહી પર સાંસદ રૂપાલાનું મોટું નિવેદન....કહ્યું, પોલીસે સમગ્ર ઘટનામાં કરી ઉતાવળ...દીકરી સાથે પોલીસનો વ્યવહાર યોગ્ય નહીં...યોગ્ય કાર્યવાહી થશે તેની મને આશા....
Trending Photos
Amreli News : અમરેલીમાં પાટીદાર દીકરીના કેસનો મુદ્દો હવે તૂલ પકડી રહ્યો છે. આ વિવાદમાં હવે ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા પણ કૂદ્યા છે. અમરેલી લેટરકાંડની ઘટનાને લઈ પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. એક કાર્યક્રમમાં કહ્યું કે, પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં ઉતાવળ કરવામાં આવી છે. SP દ્વારા કમિટી નીમવામાં આવી છે, યોગ્ય કાર્યવાહી કરશે તેવી મને આશા છે. કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે. હાલ નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયેલો છે. મારું કોઈ જૂથ નથી.
ભાજપ સાંસદે જ પોલીસની ભૂલ સ્વીકારી
રાજકોટમાં મકરસંક્રાંતિના પર્વ નિમિતે ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. જેમાં વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશનાં અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પતંગ રસિયાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આવેલા પરસોત્તમ રૂપાલાએ કહ્યું, આ બનાવમાં પોલીસે ઉતાવળ કરી છે, જવાબદાર સામે પગલાં લેવાશે. સાથે જ તેઓએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે. આ મુદ્દે તેમણે કહ્યું કે, પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં ઉતાવળ કરવામાં આવી છે. તેમજ એસપી દ્વારા કમિટી નીમવામાં આવી છે. તેમજ યોગ્ય કાર્યવાહી કરશે તેવી મને આશા છે. તેમજ કોંગ્રેસઆ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે. તેમજ હાલ નનામી લેટર વાઈરલ કરવાનો રોગ ફેલાયેલો છે.
અમરેલી બંધને મિશ્ર પ્રતિસાદ
પાયલ ગોટી ને ન્યાય આપવા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ધરણાં કરીને વેપારીઓને અડધો દિવસ ન્યાયની લડાઈમાં વેપાર ધંધા બંધ રાખવા અપીલ કરી હતી. જેને પગલે ધરણા વિસ્તારમાં અમુક દુકાનો બંધ જોવા મળી હતી. જોકે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટાભાગની દુકાનો ખુલી રહી હતી. પરેશ ધાનાણીની અપીલને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
તો બીજી તરફ, પરેશ ધાનાણીને યુવતીએ લીંબુ પાણી પીવડાવ્યું હતું અને 48 કલાકના ધરણાં પૂર્ણ થયા હતા. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, અમરેલી શહેરના વેપારીઓ સ્વૈચ્છિક રીતે નારીસુરક્ષાને સમર્થન આપ્યું છે. કાયદાના જાણકારો ઈરાદા પૂર્વક કરે તેની સામે લડાઈ હતી. 48 કલાકની આ જ્યોત અમે વધારી હતી તેને વધારવા અમે આગળ વધીએ છીએ. સુરતમાં સોમવારે ધરણાં કરી નારીશક્તિની લડાઈ અમે આગળ વધારીશું. સામાજિક રાજકીય લોકો જોડાઈ સૌ સહકાર આપે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે