'પ્રેશર વધી રહ્યું છે...' ગંભીરની કોચિંગ સ્ટાઈલ પર આ દિગ્ગજ ભડક્યો, નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

ગૌતમ ગંભીરે શરૂઆતથી જ કોચ તરીકે ખરાબ પ્રદર્શન કર્યું છે. ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં વનડે શ્રેણી 0-2થી હારી ગઈ હતી અને ત્યારબાદ તેને ન્યૂઝીલેન્ડ સામેની હોમ ટેસ્ટ શ્રેણીમાં 0-3થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં પણ ભારત 1-3થી હારી ગયું હતું.

'પ્રેશર વધી રહ્યું છે...' ગંભીરની કોચિંગ સ્ટાઈલ પર આ દિગ્ગજ ભડક્યો, નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી 1-3થી હાર્યા બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ગંભીર સવાલોના ઘેરામાં છે. ગૌતમ ગંભીરે શરૂઆતથી જ કોચ તરીકે ખરાબ પ્રદર્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં વનડે શ્રેણી 0-2થી હારી ગઈ હતી અને ત્યારબાદ તેને ન્યૂઝીલેન્ડ સામેની હોમ ટેસ્ટ શ્રેણીમાં 0-3થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં પણ ભારત 1-3થી હારી ગયું હતું.

ટેસ્ટ ક્રિકેટમાં ગંભીરનું ખરાબ કોચિંગ!
ટેસ્ટ ક્રિકેટમાં ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ ભારતે બાંગ્લાદેશ સામે 2-0થી સખત સંઘર્ષ કરીને શ્રેણી જીતી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે 0-3થી હાર અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે 1-3થી હાર સાથે સ્થિતિ વઘુ બગડી ગઈ. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે ક્રિકબઝ સાથે વાત કરતા જણાવ્યું છે કે, 'બાંગ્લાદેશ શ્રેણી સફળ રહી અને મને લાગે છે કે તે પછી ટેસ્ટમાં તેમના માટે બધું ખોટું થયું.'

ગૌતમ ગંભીરને  આપવી પડશે થોડી છૂટ
દિનેશ કાર્તિકે ગૌતમ ગંભીરને પડી રહેલી મુશ્કેલીઓનો સ્વીકાર કર્યો. કાર્તિકે કહ્યું, 'તમારે ગૌતમ ગંભીરને થોડી છૂટ આપવી પડશે. રાહુલ દ્રવિડના સફળ કાર્યકાળ બાદ તે ખૂબ જ મુશ્કેલ સમયઆવી ગયો છે. તેમના સ્થાન પર આવવું ક્યારેય સરળ નથી. ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્યને લઈને ગૌતમ ગંભીરના નિવેદને પણ લોકોમાં રસ જગાવ્યો હતો.

શ્રીલંકા સામેની સીરિઝ ગુમાવી
દિનેશ કાર્તિકે કહ્યું, 'તે (ગંભીર) ઇચ્છે છે કે તેઓ (રોહિત અને કોહલી) નક્કી કરે કે તેમને જે યોગ્ય લાગે છે. જ્યાં સુધી વન-ડેની વાત છે, તો તેમણે વધારે રમ્યું નથી, પરંતુ એ પણ યાદ રાખો કે તે શ્રીલંકા સામેની શ્રેણી ગુમાવી દીધી હતી. એટલા માટે ટેસ્ટમાં તે આસાન નથી રહ્યું અને વન-ડે માટે સેમ્પલ સાઈઝ ખુબ નાની છે.

ગૌતમ ગંભીર માટે ટેસ્ટ ક્રિકેટ મુશ્કેલ
જો કે ટી-20 ક્રિકેટમાં કોચ ગંભીરની સફળતા એક સારું પાસું રહ્યું છે. દિનેશ કાર્તિકે કહ્યું, 'તેમને T20 ક્રિકેટમાં અપાર સફળતા મળી છે. તેમની પાસે ઘણા યુવા ખેલાડીઓ છે અને તેઓ તેમના પર મોટો પ્રભાવ પાડવામાં સક્ષમ છે. કોચ તરીકે ગૌતમ ગંભીર માટે ટેસ્ટ ક્રિકેટ મુશ્કેલ છે. દિનેશ કાર્તિકે કોચ ગૌતમ ગંભીર સામેના પડકારો વિશે જણાવ્યું હતું. દિનેશ કાર્તિકે કહ્યું, 'પ્રેશર વધી રહ્યું છે. અમે માત્ર એટલું જ કરી શકીએ છીએ કે ગૌતમ ગંભીરને સ્વતંત્રતા આપીએ, તેમને ડ્રેસિંગ રૂમમાં જોઈતી સુરક્ષા આપીએ. ત્યાં ખૂબ જ સારી અને સુરક્ષિત જગ્યા રાખવાનો પ્રયાસ કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news