મેહુલ બોઘરા પર હુમલો કરનારા આરોપીના રિમાન્ડ મંજૂર, કોર્ટમાં વકીલો-આરોપીના સમર્થક વચ્ચે ઘર્ષણ

આજે આરોપી સાજન ભરવાડને ફાસ્ટટ્રેક કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 5 દિવસ મંજૂર કર્યા છે.

મેહુલ બોઘરા પર હુમલો કરનારા આરોપીના રિમાન્ડ મંજૂર, કોર્ટમાં વકીલો-આરોપીના સમર્થક વચ્ચે ઘર્ષણ

ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યમાં ચકમાર મચાવી દેનારા સુરતના એડવોકેટ મેહુલ બોધરા પર TRB જવાન દ્વારા કરવામાં આવેલા હુમલાના કેસમાં આરોપી TRB જવાનને આજરોજ કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે ટીઆરબી જવાન સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આરોપી સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે મોટી સંખ્યામાં તેના સમર્થકો હાજર રહ્યા હતા. જેને લીધે એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થક વકીલો અને સાજન ભરવાડના સમર્થકો વચ્ચે ઘર્ષણ સજાયું હતું.

આરોપી સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર
આજે આરોપી સાજન ભરવાડને ફાસ્ટટ્રેક કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 5 દિવસ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, ઘટના બાદ પોલીસે હુમલો કરનાર TRB સુપરવાઈઝર સાજન ભરવાડની ધરપકડ કરી હતી. આ મામલે સાજન ભરવાડને સસ્પેન્ડ પણ કરાયો છે. 

મળતી માહિતી પ્રમાણે, આજે આરોપી પોલીસકર્મી સાજન ભરવાડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરત કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ તેના પહેલા જ કોર્ટ પરિસરમાં સાજન ભરવાડના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તે સમયે વકીલો અને સાજનના સમર્થકો સામસામે આવી ગયા હતા. જેથી બન્ને સમૂહો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વકીલોએ સાજન ભરવાડ હાય હાયના નારા લગાવ્યા હતા. જ્યારે સાજન ભરવાડના સમર્થકોએ સાજનભાઈ જિંદાબાદના નારા લગાવ્યા હતા. જેને લઈને કોર્ટ પરિસરનો માહોલ ગરમાયો હતો.

ઘટના શું હતી?
બે દિવસ પહેલાં સરથાણા કેનાલ રોડ પર વકીલ મેહુલ બોઘરા પર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. મેહુલને બાતમી મળી હતી કે અહીં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી રિક્ષાચાલકો પાસે તોડ કરે છે. ઘટના સ્થળે પહોંચેલા વકીલે હપ્તાખોરીને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજને 15 દંડા ફટકારી માર માર્યો હતો. 

ત્યારબાદ એડવોકેટ મેહુલ બોધરાને લોહીલુહાણ હાલતમાં સ્મીમેર લઇ જવાયા હતા. આ ઘટના સંદર્ભે એએસઆઇ અરવિંદ ગામીતે વકીલ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ સાજન ભરવાડ, 3 પોલીકર્મી તથા અન્ય 3 સામે આઇપીસી 302 (હત્યાનો પ્રયાસ)નો ગુનો નોંધાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news