Asia Cup 2022: ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, એશિયા કપમાંથી બહાર થયો પાકિસ્તાનનો આ ઘાતક ખેલાડી

Asia Cup 2022: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર શાહીન શાહ અફરીદીને 6 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. શાહીન અફરીદી હવે સીધો ઓક્ટોબર ટી20 વર્લ્ડ કપ 2022 માં રમતો જોવા મળી શકે છે.

Asia Cup 2022: ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, એશિયા કપમાંથી બહાર થયો પાકિસ્તાનનો આ ઘાતક ખેલાડી

Asia Cup 2022: એશિયા કપ શરૂ થતા પહેલા જ ટીમ ઇન્ડિયા માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો દુશ્મન આખી એશિયા કપ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. એશિયા કપની શરૂઆત 27 ઓગસ્ટથી થઈ રહી છે અને આ ટૂર્નામેન્ટ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો 28 ઓગસ્ટના યોજાશે.

એશિયા કપમાંથી બહાર થયો ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો દુશ્મ
પાકિસ્તાનનો ઘાતક ફાસ્ટ બોલર શાહીન શાહ અફરીદી ઇજાના કારણે આખી એશિયા કપ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. શાહીન શાહ અફરીદી તે ફાસ્ટ બોલર છે, જેણે ગત વર્ષે ટી20 વર્લ્ડ કપ 2021 ની મેચમાં રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીને આઉટ કરી ભારતને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ કારણથી આખી ટૂર્નામેન્ટમાંથી બહાર
શાહીન શાહ અફરીદીને ગત મહિને ગોલમાં શ્રીલંકા સામે પહેલી ટેસ્ટ દરમિયાન ફીલ્ડિંગ કરતા સમયે ઘુંટણના ભાગે ઇજા પહોંચી હતી. શાહીન શાહ અફરીદી તે ઇજાથી હજુ સુધી બહાર આવી શક્યો નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર શાહીન શાહ અફરીદીને 6 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. શાહીન અફરીદી હવે સીધો ઓક્ટોબર ટી20 વર્લ્ડ કપ 2022 માં રમતો જોવા મળી શકે છે.

એશિયા કપ 2022 માટે આ રહી પાકિસ્તાન ટીમ
બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, આસિફ અલી, શાદાબ ખાન, હૈદર અલી, ફખર જમાં, ઇફ્તિખાર અહમદ, હૈરિસ રઉફ, મોહમ્મદ નવાજ, ખુશદિલ શાહ, મોહમ્મદ વસીમ જૂનિયર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news