પતિ સામે જ પત્ની ઘરમાં પ્રેમી સાથે મનાવતી રંગરેલિયા! જેતપુરની આ ઘટના જાણી ધ્રુજી જશો!

અમરનગર રોડ પર અભિષેકનગરમાં રહેતા ફ્રેનિશ ભુછડા કાપડની દલાલીનો વ્યવસાય કરે છે. આ યુવાને તેની કાર ચલાવવા માટે અયાજ બાલાગામીને ડ્રાઇવર તરીકે રાખેલ હતો. એવામાં વેપારી યુવાનની પત્નીને તેની કાર ચલાવતા ડ્રાઇવર સાથે પ્રેમ થઈ ગયો. પતિને થઇ જતા આજથી પાંચ મહિના પહેલાં ડ્રાઇવરમાંથી અયાજને છૂટો કરી દીધો હતો.

પતિ સામે જ પત્ની ઘરમાં પ્રેમી સાથે મનાવતી રંગરેલિયા! જેતપુરની આ ઘટના જાણી ધ્રુજી જશો!

ઝી બ્યૂરો/રાજકોટ: અનૈતિક પ્રેમ સંબંધમાં અનેક લોકોએ જીવ ખોયા હોવાની ઘટનાઓ સામે આવતી હોયા છે, ત્યારે જેતપુરમાં અનૈતિક પ્રેમ સંબંધમાં પત્નીના પ્રેમીએ પતિને છરી મારી હોવાની ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકરણમાં પત્નીના પ્રેમીએ પતિને છરી મારી જાનથી મારી ધમકી આપી હોવાનો આરોપ પણ લાગ્યો છે. આ ઘટનામાં પરિવાર સાથે બહારગામ ફરવા જવામાં પ્રેમી અયાજ સાથે આવશે તેવી પત્નીએ જીદ કરી હતી. ત્યારબાદ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને ઢીકાપાટુનો માર મારી પ્રેમીએ પતિના હાથમાં છરી મારી દીધાની સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

ડ્રાઈવરને છૂટો કરી દેતા પત્નીએ પોત પ્રકાશ્યું
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, શહેરના અમરનગર રોડ પર અભિષેકનગરમાં રહેતા ફ્રેનિશ ભુછડા કાપડની દલાલીનો વ્યવસાય કરે છે. આ યુવાને તેની કાર ચલાવવા માટે અયાજ બાલાગામીને ડ્રાઇવર તરીકે રાખેલ હતો. એવામાં વેપારી યુવાનની પત્નીને તેની કાર ચલાવતા ડ્રાઇવર સાથે પ્રેમ થઈ ગયો. પતિને થઇ જતા આજથી પાંચ મહિના પહેલાં ડ્રાઇવરમાંથી અયાજને છૂટો કરી દીધો હતો. ડ્રાઈવરને છૂટો કરી દેતા પત્નીએ પોત પ્રકાશ્યું હતું અને પતિ સાથે ઝઘડો કર્યો હતો.

મારે અયાજ સાથે સંબંધ છે તમે ભલે છૂટો કર્યો પરંતુ તે ઘરે આવશે જ!
પત્નીએ પતિને ધમકાવતા કહ્યું હતું કે, મારે અયાજ (ડ્રાઈવર) સાથે પ્રેમ સંબંધ છે તમે ભલે તેને ડ્રાઇવરમાંથી છૂટો કર્યો પરંતુ તે ઘરે આવશે જ. આ સાંભળી પતિ ચક થઈ ગયો અને પતિની નજર સામે જ પત્ની પ્રેમીને મળવા લાગી અને આ બાબતે તે કઈ બોલશે તો તેને અને પુત્રને મારી નાખીશ તેવી પત્નીના પ્રેમીએ ધમકી આપી હતી. પતિની નજર સામે જ પત્ની પ્રેમીને સાથે કામલીલાઓ કરવા વાગી. ડરના માર્યો વેપારી પતિ કોઈને કહી પણ શકતો ન હતો.

દીવ ફરવા જવાનો પ્લાન બન્યો
આ સમયગાળા દરમિયાન પરિવાર સાથે વેપારી પતિ અને પત્નીને દીવ ફરવા જવાનો પ્લાન બનાવવામાં આવ્યો. ત્યારે પત્નીએ પતિ સાથે ઝઘડો કર્યો અને કહ્યું કે, અયાજ પણ આપણી સાથે આવશે, આપણા રૂમમાં જ રહેશે. કામલીલાઓની તમામ હદ વટાવી ચૂકેલી પત્નીને પતિએ ખુબ સમજાવી પરંતુ અંધ બનેલી પત્ની માની નહોતી. બીજા દિવસે પત્નીનો પ્રેમી સવારે ઘરે હતો અને તેણે પતિને ધમકીને કહ્યું કે તારી પત્ની કહે તેમજ કરવાનું.. 

પત્ની અને પ્રેમીએ પતિને માર માર્યો
અંતે પતિએ કંટાળીને પત્નીને પ્રેમીને સાથે લઈ જવાની ના પાડી હતી. જેના કારણે પત્ની અને તેનો પ્રેમી ઉશ્કેરાઇ ગયા અને પતિને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. પતિને પકડી રાખતા પ્રેમીએ નેફામાંથી છરી કાઢી પેટમાં મારવા જતા ઘા ચુકાય જતા પતિને હાથમાં લાગી ગઈ હતી જેથી તેણે રાડારાડ કરી મુક્તા પાડોશીઓ દોડી આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news