Maharashtra Politics: તો શું હવે ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ આઘાડીને ટાટા બાય બાય કરશે? ચૂંટણી પરિણામો બાદ પાર્ટીમાં બન્યું પ્રેશર!
. મહારાષ્ટ્રમાં મહાયુતિએ મહાવિકાસ આઘાડીના સૂપડાં સાફ કરી નાખ્યા તો હવે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાના નેતાઓને બોલવાની તક મળી ગઈ છે. હવે આ નેતાઓ ઉદ્ધવ ઠાકરે પર મહાવિકાસ આઘાડી છોડવાનું દબાણ વધારી રહ્યા છે.
Trending Photos
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અપમાનજનક હાર બાદ મહાવિકાસ આઘાડી (MVA)ની અંદર આંતરિક વિખવાદની સ્થિતિ તેજ થઈ છે. એવું કહેવાય છે કે આ એવા લોકો છે જેમણે પહેલા પણ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો પરંતુ ત્યારે તેમને અવાજ દબાવી દેવાયો. આ લોકોને પહેલા પણ કોંગ્રેસનો સાથ પસંદ ન હતો પરંતુ ઉદ્ધવ આગળ ત્યારે કોઈનું ચાલ્યું નહીં અને બધા મોઢા બંધ કરીને બેસી ગયા. મહારાષ્ટ્રમાં મહાયુતિએ મહાવિકાસ આઘાડીના સૂપડાં સાફ કરી નાખ્યા તો હવે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાના નેતાઓને બોલવાની તક મળી ગઈ છે. હવે આ નેતાઓ ઉદ્ધવ ઠાકરે પર મહાવિકાસ આઘાડી છોડવાનું દબાણ વધારી રહ્યા છે.
મુંબઈથી આવતા આ સમાચારો મુજબ ઉદ્ધવ ઠાકરે દ્વારા આયોજિત એક બેઠકમાં પાર્ટીના 20 ધારાસભ્યોમાંથી મોટાભાગનાએ કથિત રીતે ઉદ્ધવ ઠાકરેને જેમ બને તેમ જલદી મહાવિકાસ આઘાડીનો સાથ છોડવાની અપીલ કરી. સેના (UBT) ની ગ્રાઉન્ડસ્તરની કેડર આ વખતે મહારાષ્ટ્રની એક ઈંચ જમીનમાં ક્યાંય જોવા મળી નહીં. બીજી બાજુ મુખ્યમંત્રી એકનાથ શિંદેની એક એક વાતની અસર મતદારો પર પડી અને તેમના કેડરે સંપૂર્ણ ઉત્સાહથી કામ કર્યું અને એમવીએને ઉખાડી ફેંકી પોતાને શિવસેનાના અસલ વારસદા સાબિત કરી દીધા.
આદિત્ય ઠાકરે અને સંજય રાઉતના સૂર
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં સૂત્રોના હવાલે લખ્યું છે કે ઉદ્ધવ ઠાકરે આ માટે હજુ તૈયાર નથી. ઉદ્ધવ ઉપરાંત તેમનો પુત્ર આદિત્ય અને તેમના પ્રવક્તા સંજય રાઉત પણ વિધાયકોની વાત સાંભળવા માટે તૈયાર નથી. રાઉત ભાજપ વિરુદ્ધ વિપક્ષની એકજૂથતા દેખાડવાના નામ પર હજુ પણ મહાવિકાસ આઘાડી ગઠબંધનને જાળવી રાખવા માટે ઈચ્છુક છે.
વિધાયકોનો અવાજ અવગણશે ઉદ્ધવ?
આવામાં સૌથી મોટો સવાલ એ છે કે શું ઉદ્ધવ ઠાકરે પોતાના ઘમંડના પગલે એકવાર ફરીથી પોતાના જૂનિયર નેતાઓ અને ચૂંટાઈ આવેલા વિધાયકોની વાત અવગણશે? MVA છોડવાની વકીલાત કરનારાઓનું માનવું છે કે હવે સમય આવી ગયો છે કે ઉદ્ધવની શિવસેના અલગ રસ્તો બનાવે. પોતાના દમ પર આગળ વધે અને કોઈના રહમકરમ પર ન ચાલે. આ એપિસોડને લઈને મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ પાર્ટીના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેની યાદ અપાવતા કહ્યું કે શિવસેના ક્યારેય સત્તાનો પીછો કરવા માટે બની નથી. સત્તા તો સ્વાભાવિક રીતે ત્યારે આપોઆપ તમારી પાસે આવશે જ્યારે તમે તમારી વિચારધારા પર દ્રઢ રહેશો.
આઘાડી છોડવાનું દબાણ કરનારાઓનું કહેવું છે કે વિધાનસભા ચૂંટણીમાં તેમને એટલે કે ઉદ્ધવ સેનાને 9.95% મત મળ્યા. જે એકનાથ શિંદેની શિવસેના કરતા 3 ટકા ઓછા રહ્યા. જ્યારે લોકસભા ચૂંટણીમાં 6 મહિના પહેલા સેના (UBT)ને 16.72 % મત મળ્યા હતા. આ પરિણામોથી સ્પષ્ટ છે કે જનતા તેમને જ શિવસેનાના અસલ વારસદાર માની ચૂકી છે. પરિણામોની વાત કરીએ તો સેના યુબીટીને 20, કોંગ્રેસને 16 અને એનસીપી (શરદ પવાર)ને 10 સીટો મળી હતી.
નોંધનીય છે કે ખુબ બાળાસાહેબ ઠાકરે પણ ક્યારેય મુખ્યમંત્રી બન્યા નથી. તેઓ કિંગ બનવાની જગ્યાએ હંમેશા કિંગમેકર રહ્યા. તેમની મરજી વગર મુંબઈમાં પાંદડું પણ હલતું નહતું. અંબાદાસ દાનવેએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, કોંગ્રેસથી જલદી આઝાદ થવાના નિર્ણયથી શિવસેના (UBT)નો પાયો મજબૂત થશે. એકનાથ શિંદેએ ભાગલા બાદ મોટાભાગના વિધાયકો અને સાંસદોને પોતાની સાથે રાખ્યા હતા જેના કારણે તેમને આપણા પર સવાલ ઉઠાવવામાં સરળતા રહી.
એવા કેટલાક નેતાઓ જરૂર છે જે સેના યુબીટી પર કોંગ્રેસનો હાથ છોડવાનું દબાણ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે એકનાથ શિંદેએ બાળાસાહેબ ઠાકરેનું નામ હંમેશા ખુબ આદર અને પૂરા સન્માન સાથે લીધુ. આ સાથે જ શિંદેએ ઉદ્ધવ સેના (યુબીટી)પર કોંગ્રેસ સાથે હાથ મિલાવીને બાળ ઠાકરેની વિચારધારા અને હિન્દુત્વની સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ ઉદ્ધવ પર લગાવ્યો જેના પર પાર્ટીના મૂળ કેડરે ભરોસો કર્યો અને તેનું પરિણામ એ આવ્યું કે ત્યારથી લઈને અત્યાર સુધીમાં સેના (યુબીટી)ને અનેક ઝટકા લાગ્યા જેમાં તેમનું ચૂંટણી ચિન્હ પણ બદલાઈ ગયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે