વડોદરાનું આજનું કોરોના રિપોર્ટ કાર્ડ: 22 નવા કેસનો ઉમેરો, 9 દર્દીઓ રિકવર થયા

વડોદરામાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વડોદરામાં કુલ 22 કેસનો વધારો થયો છે. આ સાથે વડોદરામાં કુલ કેસનો આંકડો 270 પર પહોંચી ગયો છે. આજે એક જ દિવસમાં કોરોનાના નવા 22 કેસનો ઉમેરો તો થયો જ છે, પરંતુ બીજી તરફ વડોદરામાં કોરોનાને લઈ રાહતના સમાચાર પણ આવ્યા છે. આજે કોરોનાને વધુ 9 દર્દીઓએ મ્હાત આપી છે. ગોત્રી કોવિડ હોસ્પિટલમાંથી 4 દર્દીઓ સાજા થયા. તો અન્ય 3 દર્દી કોરોના કેર સેન્ટરમાંથી  અને 1 દર્દી પારૂલ હોસ્પિટલમાંથી સાજો થયો છે. 10 વર્ષની કિશોરી અને 81 વર્ષના વૃદ્ધ પણ કોરોનાથી સાજા થયા છે. આમ, વડોદરામાં અત્યાર સુધી કોરોનાથી 99 દર્દીઓ સાજા થયા છે. 

વડોદરાનું આજનું કોરોના રિપોર્ટ કાર્ડ: 22 નવા કેસનો ઉમેરો, 9 દર્દીઓ રિકવર થયા

ઝી મીડિયા/વડોદરા :વડોદરામાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વડોદરામાં કુલ 22 કેસનો વધારો થયો છે. આ સાથે વડોદરામાં કુલ કેસનો આંકડો 270 પર પહોંચી ગયો છે. આજે એક જ દિવસમાં કોરોનાના નવા 22 કેસનો ઉમેરો તો થયો જ છે, પરંતુ બીજી તરફ વડોદરામાં કોરોનાને લઈ રાહતના સમાચાર પણ આવ્યા છે. આજે કોરોનાને વધુ 9 દર્દીઓએ મ્હાત આપી છે. ગોત્રી કોવિડ હોસ્પિટલમાંથી 4 દર્દીઓ સાજા થયા. તો અન્ય 3 દર્દી કોરોના કેર સેન્ટરમાંથી  અને 1 દર્દી પારૂલ હોસ્પિટલમાંથી સાજો થયો છે. 10 વર્ષની કિશોરી અને 81 વર્ષના વૃદ્ધ પણ કોરોનાથી સાજા થયા છે. આમ, વડોદરામાં અત્યાર સુધી કોરોનાથી 99 દર્દીઓ સાજા થયા છે. 

15 લાખની વસ્તી ધરાવતા અમરેલી જિલ્લાને કોરોના અડી પણ ન શક્યો, કારણ કે... 

વડોદરામાં કોરોનાનું સૌથી પહેલુ હોટસ્પોટ નાગરવાડા વિસ્તાર બન્યું હતું. પરંતુ બાદમાં વડોદરાના અન્ય વિસ્તારોમાં પણ કોરોના ફેલાઈ ગયો. આજે નાગરવાડા, કારેલીબાગ, વાઘોડિયા રોડ, વાસણા રોડ, રાવપુરા ડબી ફળીયા વાડી, કમલાનગર, મોગલવાડા મરાઠી મોહલ્લા નવાબજાર, ગુલશન એપાર્ટમેન્ટ યાકુતપુરા વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા છે. વડોદરા શહેરમાં મંગળવારે સાંજથી આજે સવારે 10 વાગ્યા સુધી લેવાયેલા 198 ટેસ્ટમાંથી 16 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 182 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news