Corona Update: ગુજરાતમાં કોરોના બન્યો બેકાબૂ, મૃત્યું આંકમાં થઇ રહ્યો છે વધારો
અત્યાર સુધીમાં કુલ 30,48,462 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,96,893 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આમ કુલ 36,45,355 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1580 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 989 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 443, સુરત કોર્પોરેશનમાં 405, વડોદરા કોર્પોરેશનમાં 112 અને રાજકોટ કોર્પોરેશનમાં 109 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરામાં 1 એમ કુલ 7 વ્યક્તિના મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,87,009 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,75,238 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,450 પર પહોંચ્યો છે.
રાજ્યમાં તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 રસીકરણ દ્વારા વધુમાં વધુ લાભાર્થીઓને સમય-મર્યાદામાં આવરી લેવાય તે હેતુસર તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 વેક્સીનેશન માટે ગાઇડ લાઇન મુજબ વધુમાં વધુ સેશનનું આયોજન કરવામાં આવશે. કોવિડ વેક્સીનેશન સેન્ટર ખાતે રાત્રિના 9.30 વાગ્યા સુધી કોવિડ રસીકરણ કરવામાં આવશે.
અત્યાર સુધીમાં કુલ 30,48,462 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,96,893 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આમ કુલ 36,45,355 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,09,305 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજ્યમાં કોવિડ-19 ના 1580 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 989 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 95.90 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,75,238 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 7321 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 71 છે. જ્યારે 7250 લોકો સ્ટેબલ છે. 2,75,238 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,450 લોકોનાં મોત નિપજ્યા છે.
ખાનગી હોસ્પિટલમાં હવે દર્દીને નાણાં ચૂકવવા પડશે
અમદાવાદમાં હવે ખાનગી કોવિડ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર નહિ મળે. અગાઉ ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ કોર્પોરેશને પોતાના હસ્તક રાખ્યા હતા. જેના નાણાં એએમસી દ્વારા ચૂકવવામાં આવતા હતા. પરંતુ હવેથી ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને સારવાર લેવી હશે તો નાણાં ચૂકવવા પડશે. આ વિશે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોશિયેશનના ડોકટર ભરત ગઢવીએ વધુમાં કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવેથી ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને નહિ મોકલે.
ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર (gujarat corona update) માટે બેડ વધારવામાં આવશે. અગાઉ 50 ટકા ખાનગી હોસ્પિટલના બેડ પર AMC તરફથી કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાતી હતી, જે હવેથી બંધ કરવામાં આવી છે. ખાનગી કોવિડ હોસ્પિટલના 100 ટકા બેડ પર દર્દીઓને સારવાર માટે નક્કી કરાયેલો ચાર્જ ચૂકવવાનો રહેશે. જોકે, કોરોનાના દર્દીઓ પાસેથી સરકારે અગાઉ નક્કી કરેલો જ ચાર્જ વસૂલવામાં આવશે. તેમજ જો કોઈ હોસ્પિટલ બિલ મામલે કૌભાંડ કરશે તો તેની સામે અગાઉની જેમ કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે