બોલીવુડ અભિનેતા Harman Baweja અને Sasha Ramchandani એ લીધા સાત ફેરા, જુઓ તસવીરો
એક્ટર પ્રોડ્યુસર હરમન બાવેજા (Harman Baweja) અને સાશા રામચંદાની લગ્નના બંધનમાં બંધાયા છે. હરમને ડિસેમ્બર મહિનામાં સાશા સાથે સગાઈ કરી હતી. હરમન અને સાશાના લગ્નના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટર હરમન બાવેજા (Harman Baweja) લગ્નના બંધમાં બંધાયા છે. તેમણે પોતાની ગર્લફ્રેન્ડ સાશા રામચંદાની (Sasha Ramchandani) સાથે કોલકત્તામાં સાત ફેરા લીધા છે. આ લગ્નનો વીડિયો અભિનેત્રિ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સાથે લગ્નના અન્ય ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
હરમન-સાશાનો લુક
લગ્નની તસવીરો અને વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હરમન બાવેજા (Harman Baweja) એ ઓફ વ્હાઇટ અને હલ્કા પિંક કલરની શેરવાની પહેરી છે. દુલ્હને મરૂન અને ગોલ્ડન કલરનો લેંઘો પહેર્યો છે. જેમાં તે સુંદર લાગી રહી છે. આ આઉટફિટની સાથે તેણે મેચિંગ જ્વેલરી અને મરૂન કલરની બંગડી પહેરી છે.
ફોટો-વીડિયો થયા વાયરલ
સોશિયલ મીડિયા પર આ પહેલા હરમન બાવેજાની પ્રી વેડિંગ સેરેમનીના ફોટો વાયરલ થયા હતા. આમિર અલીએ હરમન બાવેજાની હલ્દી સેરેમનીનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં આમિર હરમનને હળદર લગાવી રહ્યો છે. રાજ કુંદ્રાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોકટેલ પાર્ટીના ફોટો શેર કર્યા હતા. આ ખાનગી ફંક્શનમાં 50-70 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
2008માં આવેલી ફિલ્મ લવ સ્ટોરી 2050’ (Love Story 2050)થી ફિલ્મની કરિયરની શરૂઆત કરનાર હરમન બાવેજા (Harman Baweja) ને રિતિક રોશનનો હમસકલ કહેવામાં આવતો હતો. હરમનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી ધમાકેદાર રીતે થી હતી. હરમનની પ્રથમ ફિલ્મ લવ સ્ટોરી 2050નું નિર્દેશન તેના પિતા હૈરી બાવેજાએ કર્યુ હતું. તો સાશા રામચંદાની હેલ્થ અને વેલનેસ એક્સપર્ટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે